અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરા કાગળમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. જેમાં કચરો ઉપાડવાના નામ પર રૂ.37 કરોડનો ચુકવણું કરવામાં આવ્યું છે. તેમા કચરા ઉપડવામાં કૌભાંડનો આક્ષેપ એક અરજદારે કોર્પોરેશને કર્યો હતો.
એક ગાડી પર રૂ.6000નો વધારો કરીને ચુકવણું કર્યું
કોરોનાના કપરાકાળમાં લોકો પરેશાન હતા. દવાઓ અને ઓક્સિજન માટે વલખા મારી રહ્યાં હતા. ત્યારે આફતને અવસરમાં બદલીને કરોડો રૂપિયાનો ચુનો કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓએ લગાવ્યો છે. કોરોનાં કાળમાં કચરો ઉપડવાની સ્પેશિયલ ગાડીઓના નામ પર કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે. ક્વોરન્ટાઇન વિસ્તારમાં કચરો ઉપાડી તેને ડમ્પ સાઇટમાં નાખવા જવા માટે કોર્પોરેશને સ્પેશિયલ ટેન્ડરના નામ પર એક ગાડી પર રૂ.6000નો વધારો કરીને ચુકવણું કર્યું છે.
અત્યાર સુધીમાં ચુકવણું રૂ.37 કરોડ સુધી પહોંચી ગયુ
સામાન્ય ઘરે ઘરે કચરો લેવા આવતી ગાડીઓને રૂ.4150 લેખે પૈસા ચૂકવવામાં આવે છે. પરંતુ કોરોનાના બહાના હેઠળ રૂ.4150 અને રૂ.6000 અને જીએસટી મળીને એક ગાડી પર રૂ.12370 ચુકવવામાં આવ્યા છે. સાત ઝોનમાં કુલ 182 ગાડીઓ મૂકવમાં અવી હતી. એટલે આ આંકડો માર્ચ 2020થી અત્યાર સુધીમાં ચુકવણું રૂ.37 કરોડ સુધી પહોંચી ગયુ છે.
કૌભાંડથી ભ્રષ્ટ અધિકારીઓને પણ ઘી કેળા
અધધ માત્રામાં ચૂકવેલા નાણાં અને અમુક સ્પેશિયલ કોન્ટ્રાક્ટરોને કરી આપવામાં આવેલા ફાયદાઓથી ભ્રષ્ટ અધિકારીઓને પણ ઘી કેળા જ હોય છે. પરતું લોકોના ખિસ્સા પર ભાર નાખતા અને પોતાના ઘરો ભરતા આવા ભ્રષ્ટાચારિયો સામે કોર્પોરેશનના સત્તાધીશો કે સરકાર ક્યારે પગલાં લેશે તે જોવું રહ્યું છે.