દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે કંપનીનું નામ બદલીને મેટા પ્લેટફોર્મ ઇંક કરવાની જાહેરાત કરી છે. તેની પાછળનો તર્ક એ છે કે ફેસબુક નામમાં એ બધું જ સામેલ નથી જે કંપની કરે છે. પરંતુ તાજેતરમાં એક પછી એક કેટલાંય ખુલાસાના લીધે ફેસબુકની આખી દુનિયામાં ફજેતી થઇ છે. આથી નામ બદલી નાંખ્યાની વાત સમજાય છે.
ફેસબુકના એક પૂર્વ કર્મચારી ફ્રાંસેસ હોગેન એ કંપની અંગે કેટલાંય સનસનીખેજ ખુલાસા કર્યા છે. તેના દ્વારા લીક કરાયેલ કંપનીના ઇન્ટરનલ ડોક્યુમેન્ટસના આધાર પર કેટલાંય રિપોર્ટસ મીડિયામાં આવ્યા છે. જેને ફેસબુક પેપર્સ આપવામાં આવ્યું છે તેના લીધે દુનિયાભરમાં ફેસબુકની ખૂબ ફજેતી થઇ. 37 વર્ષની હોગેને અમેરિકન સંસદની કમિટીમાં કેટલાંય ખુલાસા કર્યા. આ ખુલાસા બાદ ફેસબુકની મુશ્કેલીઓ વધી ગઇ.
કોણ છે હોગેન
હોગેને બે વર્ષ સુધી ફેસબુકની સિવિક ઇંટેગ્રિટી ટીમમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કર્યું. તેનું કામ પ્લેટફોર્મ પર ફેલાયેલા દુષ્પ્રચાર પર નજર રાખવાનું હતું અને એ સુનિશ્ચિત કરવાનું હતું કે પ્લેટફોર્મનો ઉપયોગ લોકતંત્રને અસ્થિર કરવા માટે ના થાય. ફેસબુકમાં કામ કરતાં પહેલાં તેઓ Google, Pinterest અને Yelp જેની ટોપ કંપનીઓમાં કામ કર્યું હતું. 2010માં હાવર્ડ યુનિવર્સિટી બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો તેમણે ડેટિંગ પ્લેટફોર્મ Secret Agent Cupidની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ પોપ્યુલર ડેટિંગ એપ Hinge બની ગઇ.
2018માં ફેસબુકે નોકરીની ઓફર કરી તો હોગેને કહ્યું કે તેમણે લોકતંત્ર અને દુષ્પ્રચાર સાથે જોડાયેલું કામ જોઇએ. 2019માં આ કંપનીની સિવિક ઇંટેગ્રિટી ટીમ સાથે જોડાયલ જે દુનિયાભરમાં ચૂંટણી હસ્તક્ષેપ પર નજર રાખે છે. પરંતુ 2020માં અમેરિકામાં ચૂંટણી બાદ આ ટીમને ખત્મ કરી દેવામાં આવી.
લોકો કરતાં પ્રોફિટની ચિંતા
ફેસબુકની પ્રોડક્ટ મેનેજર રહી ચૂકેલા હોંગેને કહ્યું કે ફેસબુકથી બાળકો બગડી રહ્યા છે, સમાજમાં વિભાજન થઇ રહ્યું છે અને લોકતંત્ર નબળું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે કંપનીનો એડવર્ટાઇઝિંગ બેઝ બિઝનેસ મોડલ વધુમાં વધુ લોકોને પ્લેટફોર્મ સાથે જોડાઇ રહેવા પર જોર આપ્યું છે અને કંપની લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નેગેટિવ ઇમોશન્સનો સહારો લે છે. કંપનીની લીડરશીપ સારી રીતે ઓળખાય છે કે ફેસબુક અને ઇંસ્ટાગ્રામને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય છે પંરતુ તેઓ આમ કરતા નથી. તેમના માટે લોકોની જિંદગી કરતાં વધુ પોતાના પ્રોફિટની ચિંતા છે. તેમણે કહ્યું કે ઝકરબર્ગની પાસે કંપનીનો અડધાથી વધુ વોટિંગ શેર છે અને કંપનીને ચલાવા માટે તેઓ જ જવાબદાર છે. હોગેને એક બીજા ખુલાસામાં કહ્યું કે ભારતમાં આ પ્લેટફોર્મ ‘ફેકબુક’નું સ્વરૂપ લઇ રહ્યું છે.
હોગેને ચોંકાવનારો દાવો કરતાં કહ્યું કે 6 જાન્યુઆરીના રોજ વૉશિંગ્ટનમાં થયેલા તોફાનોની યોજનામાં ફેસબુકનો ઉપયોગ કરાયો હતો. સપ્ટેમ્બરમાં હોગેને યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેવ્જ કમિશનમાં અંદાજે 8 ફરિયાદો દાખલ કરી હતી. તેમાં આરોપ મૂકાયો હતો કે ફેસબુક પોતાની કમીઓને છુપાવી રહ્યું છે.