હોળીને થોડા દિવસનો સમય છે અને આવતીકાલથી હોળાષ્ટક પણ શરૂ થઈ રહ્યા છે. આ સમયે 8 દિવસ સુધી કોઈ શુભ કામ કરી શકાતા નથી. આ સમયે ભગવાનની ભક્તિમાં વધારે સમય પસાર કરવાથી લાભ થઈ શકે છે. ફાગણ મહિનાની પૂનમની રાતે હોળિકા દહન કરાય છે. આ દિવસ પછી બીજા દિવસે અબીલ ગુલાલથી હોળી રમાશે. આ દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. સાથે જ પૂજા પાઠ અને દાન પુણ્યનું અનેકગણું ફળ મળશે.
હોળિકા દહનનું શુભ મૂહૂર્ત
ફાગણ મહિનાની તિથિ 17 માર્ચની બપોરે 1.29 વાગ્યાથી શરૂ થશે અને 18 માર્ચની બપોરે 12.47 વાગે ખતમ થશે. હોળિકા દહનને માટે શુભ મૂહૂર્ત આ વખતે 1 કલાક 10 મિનિટનો રહેશે. ગુરુવારની રાતે હોળિકા દહનને માટે રાતે 9.06 વાગ્યાથી રાતે 10.16 મીનિટ સુધી રહેશે.
હોળી પર બની રહ્યા છે 5 મોટા સંયોગ
વર્ષ 2022માં હોળી પર અનેક સંયોગ બની રહ્યા છે. તેમાં વૃદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને ધ્રૂવ યોગ સામેલ છે. આ સિવાય હોળી પર બુઘ-ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. જ્યોતિષના આધારે આ યોગમાં કરાયેલા કામ લાભ આપશે. ખાસ કરીને વ્યાપારને માટે આ યોગ લાભદાયી છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરાયેલા કામ પુણ્ય આપે છે. ધ્રૂવ યોગ કુંડળીમાં ચંદ્રમાને મજબૂત કરે છે.બુધ-ગુરુ આદિત્ય યોગમાં કરાયેલી હોળીની પૂજા ઘરમાં સુખ અને શાંતિ લાવે છે.
હોળિકા દહનમાં રાખો આ વાતનું ધ્યાન
હોળિકા દહન શુભ મૂહૂર્તમાં કરો. આ સમયે મહિલાઓ માથું ઢાંકીને રાખે તે જરૂરી છે. હોળીના દિવસે સાત્વિક ભોજન, મીઠાઈઓ ખાઓ. આ દિવસે નોનવેજ અને દારૂનું સેવન ન કરવું. હોળીના દિવસે ભોજન કરતી સમયે મોઢું દક્ષિણ દિશામાં ન રાખો. હોળીની રાતે ઘરથી બહાર ન જાઓ કેમકે આ રાતે નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે.