આંતરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધ ઘટ થતા હોય ચાલુ માર્ચ મહિનામાં ગુજરાત ગેસ દ્વારા સિરામીક ઉદ્યોગને અપાતા ગેસમાં 20 ટકાનો કાંપ લાદવા સહિતના ગેસના ગંભીર પ્રશ્ને સિરામિક ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, 20 ટકા કાપ નહીં ઉઠાવાય તો મહિનામાં 200 જેટલી ફેક્ટરીઓ શટડાઉન થશે. ઉદ્યોગકારોએ બુધવારે સિરામિક એસોસિએશનની આગેવાનીમાં રેલી કાઢી ગુજરાત ગેસ કંપનીની ઑફ્સિે પહોંચીને આવેદનપત્ર પાઠવી એપ્રિલ માસ માટે 100 ટકા એમજીઓ માટે ફ્ક્સિ ભાવ નક્કી કરી આપવા માંગ કરી હતી.
રાત્રે 12 વાગ્યે રસ્તા પર યુવક દોડતો હતો, લિફ્ટ લેવાની ના પાડી, દિલ જીતી લે તેવું કારણ જણાવ્યું
મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ કુંડારિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો દ્વારા આજે ગુજરાત ગેસ કંપનીને આવેદનપત્ર પાઠવી આગામી એપ્રિલ માસમાં કેટલા ફ્ક્સિ ભાવે 100 ટકા એમજીઓ કરી આપવામાં આવશે તે અંગે આગોતરી જાણ કરવા માંગ કરી કંપની ભાવ નક્કી કરે ત્યારે બાદ જ સિરામીક ઉદ્યોગકારો દ્વારા એમજીઓ કરાશે તેવું સ્પષ્ટ કર્યું હતું. સિરામિક ઉદ્યોગકારોએ સ્થાનિક ગેસના અધિકારીઓને જણાવ્યું હતું કે, જો ગેસ પરનો 20 ટકા કાપ નહિ ઉઠાવી લેવામાં આવે તો આ મહિનામાં 200 જેટલી ફ્ટરીઓને તાળાં લાગી જશે. ઉદ્યોગકારોને નુકસાનીમાંથી બચાવવા ટૂંક સમયમાં જ ગેસ પરનો 20 ટકા કાપ ઉઠાવી લેવો જોઈએ અને આવતા મહિને 100 ટકા ગેસ સિંગલ રેઈટમાં પૂરો પાડવો જોઈએ.