રાજ્યના ગૃહ વિભાગે વિવિધ જિલ્લા અને મહાનગરોના પોલીસ તંત્રમાં હોમગાર્ડની 6,752 જગ્યાઓ ભરવા મંજૂરી આપી દિધી છે. શુક્રવારે જિલ્લા અને કમિશનરેટ વાઈઝ જગ્યાઓ સાથે ભરતી માટેના ઉમેદવારી ફોર્મ બહાર પડયા હતા. લાંબા સમય બાદ જાહેર થનારી હોમગાર્ડની ભરતી માટે લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને વયમર્યાદા 18થી 50 વર્ષ સુધીની રાખવામાં આવી છે. હોમગાર્ડની નોકરી માટે દૈનિક રૂ.300નું માનદ્ વેતન મળશે.
હોમગાર્ડની ભરતી બાદ આગામી 10-15 દિવસમાં લોકરક્ષક દળ- LRD અને ટ્રાફિક નિયમન માટે TRB જવાનની 21 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર થશે. હોમગાર્ડ એ સરકારના કાયમી કર્મચારી નથી. ગ્રામ્ય અને વિશેષતઃ શહેરી રહેણાંક વિસ્તારોમાં કાયદો- વ્યવસ્થાની જાળવણી માટે પોલીસની સહાયકની ભૂમિકામાં હોમગાર્ડ તરીકે નિયુક્ત થતા સભ્યને માનદ વેતન ઉપરાંત દૈનિક રૂપિયા 4 ગણવેશના ધોલાઈ પેટે અપાય છે. જેની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને 1600 મીટરની દોડ 9 મીનિટમાં અને મહિલાઓને 800 મીટરની દોડ 5.20 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે. જેના ગુણ 75 ટકા રહેશે.પસંદગી માટે ઊંચાઈ, વજન અને ઓછામાં ઓછા 75 સેન્ટીમિટર છાતી અને 5 સેન્ટિમિટર ફુલાવેલી છાતી સહિતના માપદંડો અમલમાં રહેશે.
બેરોજગારો આનંદો: PSI, LRD ભરતીમાં જેટલા ફિજીકલ ટેસ્ટ પાસ કરશે તેમને લેખિત માટે તક
ગૃહ વિભાગે પોલીસની ભરતીમાં ફિજીકલ પરીક્ષા પાસ કરનારા સૌ ઉમેદવારોને આગળની લેખિત પરીક્ષા માટે લાયક ગણવાનો સૈધ્ધાંતિક સ્વિકાર કર્યો છે. હાલની ઁજીૈંની ભરતીમાં પ્રથમ તબક્કે ફિજીકલ ટેસ્ટમાં કુલ જગ્યાના સાક્ષેપમાં 15 ગણા ઉમેદવારોને બીજા ટેસ્ટની તક આપવાની અડચણ દૂર કરવામાં આવી છે. શુક્રવારે સાંજે ગૃહ વિભાગે આ નિર્ણય જાહેર કરતા આવનારી ન્ઇડ્ઢની ભરતીમાં પ્રથમ શારીરિક ટેસ્ટમાં સફળ રહેલા કુલ ઉમેદવારો પૈકી ભરતી હેઠળની કુલ જગ્યાના આઠ ગણાને બીજી લેખિત કસોટી માટે માન્ય ઠેરવવાનો નિયમ પણ દૂર કરી દેવાયો છે. આથી, પ્રથમ દોડ સહિતની 100 માર્ક્સની શારીરિક કસોટીમા સફળ સૌને બીજી અને આખરી લેખિત કસોટી માટે તક મળશે.
ખાટલા લઈ ભટકતા SRPFને એક જ સ્થળે સ્થાયી કરો, ગ્રેડ-પે સ્કેલ સુધારો
22 હજારથી વધારે જવાનોનું સંખ્યાબળ ધરાવતા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ – જીઇઁહ્લમાં પણ હવે ત્રણ- ત્રણ મહિને હથિયાર, ખાટલા, તંબુ, વાહન,લઈને ભટકાવવૃતિ બંધ કરાવવાની માગ છે. ટેકનોલોજીના સમયમાં સ્થાયી બંદોબસ્ત અને મહારાષ્ટ્રની જેમ પાંચ વર્ષ પછી પોલીસમાં જ SRPFના જવાનોને સમાવવાની માંગણી સાથે ગ્રેડ- પે સ્કેલ સુધારવાની રજૂઆતો થઈ રહી છે.