સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક રાત્રે નોઈડાના રસ્તા પર દોડી રહ્યો છે. મૂળ ઉત્તરાખંડના ફિલ્મ નિર્માતા વિનોદ કાપડીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે. તેમણે આ 19 વર્ષીય યુવકને કારમાં બેસીને ઘર સુધી છોડવાની ઓફર પણ કરી હતી. પરંતુ યુવકે તેમની પાસેથી લિફ્ટ લેવાની ના પાડી દીધી હતી.
સોશિયલ મીડિયા પર આ વીડિયો જેણે પણ જોયો તેણે યુવકની હિંમતની ખુંબ જ પ્રશંસા કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે છોકરાએ પોતાના ખભા પર બેગ લટકાવી છે અને રસ્તા પર ઝડપથી દોડી રહ્યો છે. રાત્રે 12 વાગે યુવકને આ રીતે દોડતો જોઈ વિનોદ કાપડીએ તેને લિફ્ટ આપવાની ઓફર કરી હતી. પરંતુ યુવકે હસીને ઈન્કાર કર્યો હતો. અને કહ્યું કે તે દોડતા જ પોતાના ઘરે જશે.
કામના કારણે તેને પ્રેક્ટિસ કરવાનો સમય મળતો નથી
બાદમાં જ્યારે કાપડીએ પૂછ્યું કે તમે શું કામ કરો છો? તો યુવકે જણાવ્યું કે તે નોઈડા સેક્ટર-16ના મેકડોનાલ્ડ્સમાં કામ કરે છે. જ્યારે તેમણે રાત્રીના સમયે આ રીતે દોડવાનું કારણ પૂછ્યું તો યુવકે કહ્યું કે તે સેનામાં જોડાવા માંગે છે, અને કામના કારણે તેને પ્રેક્ટિસ કરવાનો સમય મળતો નથી. જેના કારણે તે પોતાની ડ્યુટી પૂરી કરીને આ રીતે દોડતા-દોડતા જ ઘરે જાય છે. તેનાથી તેની દોડવાની પ્રેક્ટિસ પણ થઈ જાય છે.
This is PURE GOLD❤️❤️
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu
યુવકનો જવાબ સાંભળીને વિનોદ પણ ભાવુક થઈ ગયા
વીડિયોમાં નજરે પડતા આ યુવકનું નામ પ્રદીપ મહેરા છે. જે ઉત્તરાખંડના અલ્મોડાનો રહેવાસી છે. વિનોદ કોપડીએ આ દરમિયાન તે યુવકને ઘણાં સવાલ પુછ્યા હતા. જેના જવાબ સાંભળીને વિનોદ પણ ભાવુક થઈ ગયા હતા. યુવકે જણાવ્યું હતુ કે તેના માતાની સારવાર ચાલી રહી છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. અહીંયા તે તેના ભાઈની સાથે રહે છે અને દરરોજ આ રીતે 10 કિલોમીટર દોડે છે.
યુવકની વાત સાંભળીને વિનોદ તેની હિંમતને બિરદાવે છે. અંતે, તે 'ઓલ ધ બેસ્ટ' કહીને નીકળી જાય છે. વિનોદે રવિવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 40 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.