સાંભળીને તમને લાગશે નવાઇ પણ આ વાત એટલી જ સાચી છે કે ફક્ત 1 રૂપિયાની નોટ તમને હજારો રૂપિયાની કમાણી કરાવી આપશે. 1 રૂપિયાની આ જૂની નોટ તમને ઘર બેઠા બેઠા માલામાલ કરી દેશે. ભારત સરકાર તરફથી ભલે આ નોટને ચલણમાંથી હટાવી દેવામાં આવી હોય પણ બજારમાં આની કિંમત હજારો રૂપિયા છે. એક રૂપિયાની નોટોનુ બંડલ છે. આ નોટ પર 1957માં ગવર્નર એચએમ પટેલની સાઇન કરેલી હતી. સાથે આ નોટની સીરીયલ સંખ્યા 123456 છે.
અહી કરી શકો છો વેચાણ
26 વર્ષ પહેલા ભારતીય સરકારે પોતાની કરન્સી નોટ એક રૂપિયાને બંધ કરી દીધો હતો. 1 જાન્યુઆરી 2015માં આનું છાપકામ ફરીથી શરૂ કરવામાં આવ્યુ અને આ નોટ બજારમાં પ્રચલનમાં આવી ગઇ. જો કે કેટલાક લોકો પાસે હજુ પણ સંભાળીને આ નોટ રહેલી છે. એક ઓનલાઇન પ્લેટફોર્મ આ રીતે જુની નોટ વેચી રહ્યા છે. જે વર્ષની તમારે નોટ જોઇએ તે ખરીદી શકો છો.
લાખો રૂપિયામાં વેચાઇ રહી છે નોટ
આ ઓનલાઇન પ્લેટફોર્મ પર એક નોટ એવી પણ છે જે આઝાદી પહેલાનું છે આ બોલી સાત લાખ રૂપિયા સુધી લાગી ચુકી છે. આ રીતની નોટ જો તમારી પાસે છે તો તમે પણ તગડી કમાણી કરી શકો છો. આ રીતની દશકા જૂની નોટો 1, 10, 100 અને 500 રૂપિયાની નોટ ઓનલાઇન બજારમાં હજારો લાખો રૂપિયામાં વેચાઇ રહી છે. આના માટે તમે ઇન્ડિયા માર્ટની વેબસાઇટ ચેક કરી શકો છો.