મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓ એક્શનમાં છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ડેપ્યુટી સીએમ અજિત પવાર સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગે અજિત પવાર સાથે સંબંધિત 5 મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. આ મિલકતો એક હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
કઇ કઇ મિલકતો જપ્ત કરવાનો આદેશ કરાયો
જરંન્દેશ્વર સુગર ફેક્ટરી
બજાર કિંમત આશરે રૂ. 600 કરોડ
દક્ષિણ દિલ્હીમાં આવેલા ફ્લેટ્સ
બજાર કિંમત આશરે રૂ. 20 કરોડ
પાર્થ પવારની નિર્મલ ઓફિસ
બજાર કિંમત આશરે રૂ. 25 કરોડ
ગોવામાં બનેલ નિલય રિસોર્ટ
બજાર કિંમત આશરે રૂ. 250 કરોડ
મહારાષ્ટ્રના વિવિધ 27 સ્થળોની જમીન
બજાર કિંમત આશરે રૂ. 500 કરોડ
પવાર ઘણા સમયથી આઈટીના નિશાના પર છે
અજિત પવાર ઘણા સમયથી આઈટીના નિશાના પર છે. ગયા મહિને જ આવકવેરા વિભાગે અજિત પવારના બે રિયલ એસ્ટેટ જૂથો અને સંબંધીઓની ધરપકડ કરી હતી. EDની રેડ બાદ રૂ.184 કરોડની બિનહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
વિભાગે 7 ઓક્ટોબરે 70 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા આ દરમિયાન આઈટીએ અજિત પવારના પુત્ર પાર્થ પવારની માલિકીની કંપની અનંત માર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. આ સિવાય પવારની બહેનોની માલિકીની કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.