ભારત સરકાર ટૂંક સમયમાં 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે સરકારને લાગે છે કે આ એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. આ એપ્સમાં AppLock અને Garena Free Fire જેવી ઘણી લોકપ્રિય એપ્સનો સમાવેશ થાય છે.
સરકારે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો
થોડા સમય પહેલા ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે સરકાર 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી રહી છે. તેની પાછળનું કારણ દેશની સુરક્ષા સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. સરકારનું માનવું છે કે ચીન અને ભારત વચ્ચેની તંગ પરિસ્થિતિમાં આ 54 ચીની એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
આ નામો પ્રતિબંધિત એપ્સની યાદીમાં સામેલ
આપને જણાવી દઈએ કે હાલમાં સરકાર જે એપ્સ પર પ્રતિબંધ લગાવી રહી છે તેના નામોની સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવી નથી પરંતુ જે નામ સામે આવ્યા છે તેમાં બ્યુટી કેમેરાઃ સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરાઃ સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર અને બેઝ બૂસ્ટર, કેમકોર્ડ ફોર સેલ્સફોર્સ એન્ટ, ઇસોલેન્ડ 2: અશેજ ઓફ ટાઇમ લાઇટ, વીવા વિડીયો એડિટર, ટેન્સેન્ટ એક્સરાઇવર, એપલોક અને ડ્યુઅલ સ્પેસ લાઇટ જેવી એપ્લિકેશન સામેલ છે.
આપને જણાવી દઈએ કે સરકાર આવો નિર્ણય પહેલીવાર નથી લઈ રહી. ગયા વર્ષે પણ સરકારે PUBG, Tiktok અને Cam Scanner જેવી ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.