કહેવત છે કે “માણસને પોતાને ગમતું હોય તે દેખાય, ન ગમતું હોય તે જોવા પણ માગતો નથી” આ વાત આપણા એ સજ્જનોને લાગુ પડે છે, જે કહેતા ફરે છે, “લેબર લો” માં સુધારો (કુધારો) કરી નાખ્યો હોત તો, ચીન જેવો “ગ્રોથ” ભારતનો પણ થઈ ગયો હોત.
તેમને ભારતનો “ગ્રોથ” ન થવામાં “લેબર લો” જ દેખાય છે. તેમનો તર્ક છે કે “જે રીતે ચીનમાં “લેબર લો” નથી, તેમ ભારતમાં પણ “લેબર લો” કાઢી નાખવા જોઈએ.” હવે આ સજ્જનોને શું કહેવું?
ચીનમાં “લેબર લો” નથી, તે દેખાય છે. પણ ચીનની મોટાભાગની કંપનીઓમાં, હાલના સમયમાં પણ ચીનની સરકાર ભાગીદાર છે, સરકારનું મૂડીરોકાણ છે, તે નથી દેખાતું. જ્યારે ભારતમાં તો સરકારે સરકારી કંપનીઓ પણ વેચવા કાઢી છે. ચીનમાં ધર્મોનો ધંધો કરનાર પાખંડી લોકોને કેવી સજા કરવામાં આવે છે, તે નથી દેખાતું. ચીનમાં “લેબર લો” ન હોવા છતાં, સામાજિક સુરક્ષા પાછળ ચીનની સરકાર ભારત કરતાં પણ વધારે ખર્ચ કરે છે. તે નથી દેખાતું. અને હાલમાં કોરોનાવાયરસની મહામારીને ચીન દ્વારા કેવી રીતે હેન્ડલ કરવામાં આવી તે નથી દેખાતું. આજે ચીનમાં ઉદ્યોગ ધંધા ચાલુ થઈ ગયા છે. આ બધું આપણા સજ્જનોને નથી દેખાતું. તેમને દેખાય છે માત્ર ચીનમાં “લેબર લો” નથી.
શું મજૂરોને ગુલામ બનાવી દેવા છે? Part-1
જોકે આ તર્ક પણ તેમનો ખોટો જ છે, “ ચીનનો ગ્રોથ એટલે થયો કે ત્યાં ‘લેબર લો’ નથી”. જો શ્રમિકો અને મજુરોના હક્કો છીનવી લઇને જ “ગ્રોથ” થતો હોત, નવી નોકરીઓ પેદા થતી હોત, દેશનો વિકાસ થતો હોત, તો મૂડીવાદી બ્રિટન અને અમેરિકા જેવા દેશો સૌથી પહેલા આ કાર્ય કરત.પણ તેનાથી ઊલટું આ દેશોમાં ખૂબ લાંબા સમયથી મજૂરો-કામદારોના હકો સ્વીકારવામાં આવ્યા છે. અને તેનું કડક રીતે પાલન કરવામાં આવે છે.
બીજો તર્ક જે આપવામાં આવે છે કે “લેબર લો” રદ કરીને વિદેશી મૂડીરોકાણને આકર્ષી શકશે, વધુ કંપનીઓ ભારતમાં આવશે, વધુ નોકરીઓ અને રોજગાર પેદા થશે, તે માત્ર મૂર્ખતા છે. કારણકે જેમ આગળની પોસ્ટમાં હું લખી ગયો છું, તે પ્રમાણે “લેબર લો” નું વાસ્તવમાં પાલન થતું જ ન હતું. હવે જે કાયદાઓનું પાલન થતું જ ના હોય તે કાયદાઓ કેવી રીતે અડચણરૂપ બન્યા હોય??
આ બાબતમાં વી.વી.ગિરી નેશનલ લેબર ઈન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલો સર્વ કંઇક જુદી જ માહિતી આપે છે.આ સર્વે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં કરવામાં આવ્યો. આ સર્વેમાં જાણવા મળ્યું કે આ બધા રાજ્યોમાં “લેબર લો” શિથિલ કરી દેવામાં આવ્યા છતાં, નહોતો નવું મૂડીરોકાણ આવ્યું, કે ન ઉદ્યોગીકરણ થયું, કે ન નવી નોકરીઓ પેદા થઈ…. આથી એ તર્ક પણ ખોટો જ છે, કે “લેબર લો” ને રદ કરી દેવાથી નવું મૂડીરોકાણ આવશે, અને નવી નોકરીઓ પેદા થશે. હકીકતમાં કામ આપવાની જવાબદારી સરકારની હોવી જોઈએ. પણ સરકાર પોતાની આ સામાજિક જવાબદારી મારી છટકી જવા માગે છે.
TikTok રેટિંગ ડાઉન: શા માટે આ એપ્લિકેશન રેટિંગ Play સ્ટોર પર અત્યંત ઘટાડો જોવા મળ્યો?
ભારતના બંધારણમાં આર્ટીકલ 23 પ્રમાણે મીનીમમ વેતન આપવું ફરજીયાત છે. અને જો તે ચૂકવવામાં ન આવે, તો તે “ફોર્સ લેબર” ગણાય અને તે સજાને પાત્ર ગુનો છે. આજ રીતના યોગ્ય, સુરક્ષિત અને સ્વચ્છ કામ કરવાની જગ્યા આપવાની જવાબદારી તે પણ આર્ટિકલ 21 પ્રમાણે ગૌરવપૂર્વક જીવન જીવવાના મૂળભૂત અધિકારના ભાગ રૂપે સ્વીકારવામાં આવી છે. આજ રીતના યુનિયન રૂપે સંગઠન થવાનો, સામાજિક સુરક્ષા મેળવવાનો હક પણ માનવ અધિકારોમાં સામેલ કરવામાં આવ્યો છે. હાલના “લેબર લો” સંપૂર્ણપણે રદ કરવાનો અર્થ છે, માનવ અધિકારો અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો પર તરાપ. મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે બેકારીનો દર છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ છે. અને ભવિષ્ય પણ અંધારિયું દેખાઈ રહ્યું છે. ત્યારે કાયદેસર બાર કલાક કામ કરાવવાનો આદેશ, ઊલટાનો બેકારી વધારેશે.. આઠ કલાક કામ લેવામાં આવે તો ત્રણ વ્યક્તિઓને કામ મળે. જ્યારે બાર કલાક કામ લેવામાં આવે તો માત્ર બે વ્યક્તિઓને જ કામ મળે. આમ એક વ્યક્તિ બેકાર બની જાય. આથી સરકાર દ્વારા જે ગુલબાંગો પોકારવામાં આવી રહી છે કે “ શ્રમ કાયદાઓને નાબૂદ કરવાથી નોકરી વધશે, વધારે લોકોને કામ મળશે” ….તેમાં માત્ર મૂર્ખ લોકોને જ વિશ્વાસ આવે.HJR