બંધારણના આર્ટિકલ 21 માં લખ્યું છે, "કોઈપણ વ્યક્તિને તેના જીવન જીવવાના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય નહિ."
જીવન જીવવાનો અધિકાર એટલે માત્ર શ્વાસ લેવાનો અધિકાર નથી. જીવન જીવવાનો અધિકાર એટલે માનવીય ગૌરવ સાથે જીવી શકે, પોતાનો જીવન નિર્વાહ કરી શકે, સ્વાસ્થ્યનો અધિકાર વગેરે..આ પાછળનો ઉદ્દેશ એ છે કે રાજ્યએ લઘુતમ જીવન જરૂરિયાતના હક્કોની રક્ષા કરવી જોઈએ.
બંધારણ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પોલિસી નેતાઓ અને પ્લાનિંગ કરનારાઓ માટે માર્ગદર્શક બની શકી હોત. પણ તેમણે એક શબ્દ પણ તેનો વાંચ્યો છે?
22 એપ્રિલના "ઇકોનોમિક્સ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં" લખેલ વાંચવા જેવું છે. તેના અનુસાર 25 જાન્યુઆરી રોજના 10,000થી ઓછા કેસો નોંધાતા હતા. ફેબ્રુઆરીમાં તેમાં વધારો થવાનું ચાલુ થયો. પણ કોઇએ ધ્યાન ના આપ્યું.
મહામૂર્ખ વાત તો હવે આવે છે.
21 ફેબ્રુઆરીએ ભાજપની ઓફિસ બેરિયરની મીટિંગમાં નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા. કહ્યું કે "નરેન્દ્ર મોદીના નેતૃત્વએ કોરોના સામે જીત મેળવી છે, અને ભારતને ગર્વપૂર્ણ અને વિજય રાષ્ટ્ર સ્વરૂપે દુનિયાની સામે રજૂ કર્યું છે." કોરોના સામે જંગ જીતી ચૂક્યાનો આ દાવો જ્યારે થઈ રહ્યો હતો, તે જ સમયે કોરોના પોતાની સંપૂર્ણ શક્તિ લગાડી આગળ વધી રહ્યો હતો. આ મહામૂર્ખતા નહીં? 10 માર્ચના રોજ નવા 20,000ની આસપાસ કેસ આવવા લાગ્યા. 24 માર્ચ સુધી આ આંકડો 50 હજારની આસપાસ પહોંચી ગયો. 4 એપ્રિલના રોજ 1 લાખની આસપાસ અને 24 એપ્રિલના ત્રણ લાખની આસપાસ.. કોરોના સામે જંગ જીતી ગયા કે માત્ર મૂર્ખતા ભરી વાતો જ કરતા રહ્યા?
સ્પષ્ટ છે આપણું રાષ્ટ્ર હેલ્થ ઇમર્જન્સીનો સામનો કરી રહ્યું છે. આપણી સરકાર આશાવિહિન છે. તેની પાસે હજી કોઇ નક્કર પ્લાન જ નથી. મોદી સરકારને ચેતવણી બહુ વહેલી આપી દેવામાં આવી હતી. તેની પાસે સમય પૂરતો હતો. બ્રાઝિલ જેવા દેશોના ઉદાહરણો પણ હતા. આમ, છતાં દેશના બે મોટા કહેવાતા "નેતાઓ" મોદીજી અને અમિત શાહ બંગાળની ચૂંટણીઓમાં વ્યસ્ત હતા!!. તેમના માટે બંગાળની ચૂંટણી જીતવી એ જીવન-મરણનો પ્રશ્ન હતો! આ મહામારી નહીં. દરરોજ બંગાળ જઈને મોટી મોટી રેલીઓ અને ભીડ ભેગી કરી "દીદી... ઓ.. દીદી" જેવી અશોભનીય ભાષાનો ઉપયોગ કરી કોમેન્ટો પાસ થતી.
આજે સરકાર માત્ર વાતોના વડા કરી, કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ગોદી મીડિયા આ બધો જ દોષનો ટોપલો બીજા કોઇના માથા ઉપર નાખવાનો પ્રયત્ન કરી રહી છે. મોદીજીનો વાક કેવી રીતના હોઈ શકે? દરરોજ રાત્રે ટીવી ચેનલ ઉપર ભરાતા "ડેઇલી દરબારમાં" એંકરોને પહેલેથી જ બધી સૂચનાઓ આપી દેવામાં આવે છે. ક્યાં વિષય ઉપર દલીલ કરવી, અને કઇ વ્યક્તિને ડેબિટમાં બોલાવવી. ગોદી મીડિયા બરાબર સ્પીડમાં કામ કરી રહી છે.
સંસદની શું વાત કરવી? સંસદને નિર્વીર્ય બનાવી દેવામાં આવી છે. મોદીજીએ સંસદને તેનું સ્થાન બતાવી દીધું છે. અગત્યના મુદ્દાઓ પર સ્પેશિયલ શેસનની વાત તો ભૂલી જાઓ. પણ સામાન્ય શેસન પણ સમયસર ભરવામાં આવતું નથી. અને તેનો સમયગાળો પણ કાપી નાખવામાં આવ્યો છે. વિરોધ પક્ષનુ અસ્તિત્વ જ નથી રહ્યું. માત્ર તેનો આભાસ રહ્યો છે. આમ લોકશાહીની રક્ષા કરનાર સંસદનું પોતાનું અસ્તિત્વ મહત્વહિન થઈ ગયું.
રામ મનોહર લોહીઆના શબ્દો મને યાદ આવે છે."જિંદા કોમ પાંચ સાલ તક ઈંતજાર નહીં કર શકતી" શું આપણે જીવતી કોમ છીએ?શું આપણે શાંત રહી મરતા રેહવું જોઈએ કે આ મોદી સરકારનો વિરોધ કરવો જોઈએ?
ચૂંટણીઓ જીતવાની વાત આવે ત્યારે જે રીતના માઈક્રો મેનેજમેન્ટ થઈ શકે છે, તો પછી કોરોનાથી દેશને બચાવવા માટે કેમ કોઈ જાતનું મેનેજમેન્ટ કરવાનો પ્રયત્ન પણ ન થયો? શું મોદીજી એવું માનતા હશે કે પ્રજા આ બધું ભૂલી જશે? મોદીજી એમ માનતા હશે કે કોરોના પણ ગોદી મીડિયાના પ્રચારથી ભારતમાંથી ભાગી જશે?
HJR