પ્રસિદ્ધ કથક નૃત્યના સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. હાર્ટ એટેકના લીધે રવિવારે મોડી રાત્રે તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. બિરજુ મહારાજના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પંડિત બિરજુ મહારાજ રવિવારે રાત્રે દિલ્હીમાં તેમના ઘરે તેમના પૌત્ર સાથે હસી રમી રહ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેમને સાકેત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
પંડિત બિરજુ મહારાજનું સાચું નામ બ્રજમોહન મિશ્રા હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ લખનઉમાં થયું હતું. લખનઉ ઘરાનાના બિરજુ મહારાજના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના દેહાંતની માહિતી આપી.
પંડિત બિરજુ મહારાજનું કલાત્મક વ્યક્તિત્વ એવું રહ્યું છે જે તર્કની બહાર માનવામાં આવે છે. તેઓ ગુરુ, નર્તક, કોરિયોગ્રાફર, ગાયક અને સંગીતકાર હતા. તે તાલવાદ્ય વગાડતા હતા, કવિતા લખતા હતા અને પેઇન્ટિંગ પણ કરતા હતા. તેમના શિષ્યો જાણીતા કલાકાર છે અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે.
પદ્મ વિભૂષણ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત
1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજુ મહારાજે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં નૃત્યની કોરિયોગ્રાફી પણ કરી હતી. જેમાં ઉમરાવ જાન, દેઢ ઇશ્કિયા, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો સામેલ છે. પદ્મ વિભૂષણ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. 2012મા વિશ્વરૂપમ ફિલ્મમાં કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આજે ભારતીય સંગીતનો લય થંભી ગયો છે. સુર મૌન થઇ ગયું. ભૂવ શૂન્ય થઈ ગયો. કથકના બાદશાહ પંડિત બિરજુ મહારાજ જી રહ્યા નથી. લખનૌની ડ્યોઢી આજે સૂની પડી ગઇ. કાલિકાબિંદાદીનજી ની ભવ્ય પરંપરાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર મહારાજ જી અનંતમાં વિલીન થઈ ગયા.
અદનાન સામીએ દુઃખ વ્યક્ત કર્યું
બિરજુ મહારાજના નિધન પર ઘણી મોટી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો, પ્રસિદ્ધ સિંગર અદનાન સામીએ ટ્વીટર પર લખ્યું – મહાન કથક નર્તક પંડિત બિરજુ મહારાજ જીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. આજે આપણે કલા ક્ષેત્રે એક અનોખી સંસ્થાન ગુમાવી દીધી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.