વર્ષ 1947માં જયારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે દરેકે કંઇકને કંઇક ગુમાવ્યું હતું..એવા જ એક પરિવારના બે ભાઈની આજે વાત કરીશું જેઓ ભાગલા વખતે અલગ પડ્યા હતા અને આશરે 74 વર્ષ બાદ મળ્યા છે.બન્ને ભાઈઓ એકબીજાને ગળે મળીને ખુબ જ રોયા હતા..જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે.
બન્ને ભાઈના મિલનનો વીડિયો વાયરલ
વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ સિદ્દીકી એક બાળક હતા. તેનો પરિવાર વિખૂટો પડી ગયો હતો. સિદ્દીકીના ભાઈ હબીબ ઉર્ફે શેલા ભાગલા પછી ભારતમાં જ મોટા થયા હતા. જો કે જુદા થયાને 74 વર્ષ પછી કરતારપુર કોરિડોરમાં બન્નેનું મિલન થયું હતું..આ દરમિયાન બન્ને એકબીજાને ભેટીને ખુબ જ રોયા. બંને ભાઈઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. મોહમ્મદ સિદ્દીકી પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહે છે. જ્યારે તેના ભાઈઓ ભારતમાં આવેલા પંજાબમાં રહે છે. કરતારપુરમાં એકબીજાને જોઈને બંને ભાવુક થઈ ગયા. બંને ભાઈઓ ગળે મળીને રડતા જોવા મળ્યા હતા.
બન્ને ભાઈએ ભારત પાકિસ્તાન સરકારનો માન્યો આભાર
બંને ભાઈઓની મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને ભાઈઓ કરતારપુર કોરિડોરમાં જોવા મળે છે. તેની સાથે કેટલાક લોકો પણ છે. વીડિયોમાં બંને ભાઈઓ એકબીજાને જોશપૂર્વક ભેટતા જોવા મળી રહ્યા છે. બંને ભાઈઓએ કરતારપુર કોરિડોર ખોલવા બદલ ભારત અને પાકિસ્તાન સરકારનો આભાર માન્યો છે. કોરિડોર દ્વારા ભારતના લોકો વિઝા વિના પાકિસ્તાનના કરતારપુર જઈ શકે છે. આ કોરિડોર નવેમ્બર 2019માં શરૂ થયો હતો.