સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનામાં ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો માટે 'અગ્નિપથ ભરતી યોજના'ની જાહેરાત કરી. રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. આ સાથે તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.
ત્રણેય સેનાના વડાઓએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ યોજના હેઠળ યુવાનો થોડા સમય માટે સેનામાં ભરતી થઈ શકશે. આ યોજનાને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત યુવાનો ચાર વર્ષ સુધી સેનામાં જોડાઈ શકશે અને દેશની સેવા કરી શકશે.
અગ્નિપથ યોજનાની મુખ્ય બાબતો
યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે.
આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષક પગાર મળશે
ચાર વર્ષની આર્મી સેવા બાદ યુવાનોને ભવિષ્ય માટે વધુ તકો આપવામાં આવશે.
સર્વિસ ફંડ પેકેજ ચાર વર્ષની સેવા પછી ઉપલબ્ધ થશે.
આ યોજના હેઠળ ભરતી થયેલા મોટાભાગના સૈનિકોને ચાર વર્ષ પછી મુક્ત કરવામાં આવશે. જો કે, કેટલાક જવાન તેમની નોકરી ચાલુ રાખી શકશે.
ટ્રેનિંગ 10 અઠવાડિયાથી 6 મહિનાની હશે.
શા માટે નિર્ણય લેવામાં આવ્યો
દેશ સેવાની ભાવના ધરાવતા યુવાનોને તક મળશે. સેનામાં ટૂંકા અને લાંબા ગાળાની નોકરીની તક મળશે. ત્રણેય સેવાઓમાં યુવાનોની ભાગીદારી વધશે.
જવાનોને ચાર વર્ષ બાદ સેવામાંથી મુક્ત કરવામાં આવશે
આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે. ચાર વર્ષના ગાળા બાદ સેનાની સેવામાંથી મુક્ત થનાર યુવાનોને મેળવવામાં સેના પણ સક્રિય ભૂમિકા ભજવશે. જો કોઈ વ્યક્તિ ચાર વર્ષ સુધી સેનામાં સેવા આપશે, તો તેની પ્રોફાઇલ મજબૂત બનશે અને દરેક કંપની આવા યુવાનોને નોકરીમાં લેવામાં રસ દાખવશે.