ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) લાલચ, બળજબરી પૂર્વક કે ઓળખ છૂપાવીને કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું. આ લવ જેહાદનો (Love Jihad) કાયદાનો આજથી એટલે, તારીખ 15મી જૂનથી ગુજરાતમાં અમલ થશે.
લવ જેહાદના નામે ઓળખાતા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021 કાયદામાં અનેક પ્રકારની જોગવાઇઓ કરવામાં આવી છે. નવા કાયદા પ્રમાણે, લગ્ન કરવા માટે કરાયેલ ધર્મ પરિવર્તન માન્ય નહી રાખવા સાથે આવા લગ્ન પણ ગેરકાયદે ઠરશે. પોતે ધર્મ પરિવર્તન નથી કરાવ્યુ તે સાબિત કરવાની જવાબદારી આરોપીના શીરે રહેશે. કાયદા હેઠળ ગુનેગારને ચારથી સાત વર્ષની કેદ તેમજ ત્રણ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
કાયદાની મહત્વની જોગવાઇઓ
- માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.
- કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.
- આ અંગે સાબિત કરવાનો ભાર ( Burden of Proof ) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે.
- ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે.
- આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને 3 વર્ષથી ઓછી નહિ અને 5 વર્ષ સુધીની કેદ અને રૂ.2 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
- સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ 4 થી 7 વર્ષ સુધીની કેદ અને રૂ.3 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
PALANPUR માં શહીદ જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાયો, આખા પરગણાના લોકોની આંખો ભીની થઇ
- કોઇ નારાજ થયેલી વ્યક્તિ, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યક્તિ દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે FIR દાખલ કરાવી શકાશે.
- આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને 3 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદ તથા રૂ.5 લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ કે અનુદાન મળવાપાત્ર થશે નહીં.
- આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( Deputy Superintendent of Police ) થી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.