સીજી રોડની રેસ્ટોરન્ટમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટને મેનેજરે એક ઓર્ડર રિસિવ કરવા અને પેમેન્ટ લેવા કહ્યું હતું. જેથી એકાઉન્ટન્ટે ફોન કરતા સામે છેડેથી વ્યક્તિએ દિલ્હીના સી.આર.પી.એફ બટાલિયનનો સેન્ટ્રલ કમાન્ડર હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ એકાઉન્ટ વેરિફાય કરવા માટે પોતાના ખાતામાં રૂ.10 નાખવા જણાવ્યું હતું. જેની સામે રૂ.20 પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો.
CRPFના કમાન્ડર હોવાનું કહી ગઠિયાએ 20 હજાર પડાવ્યા
ગઠિયાએ એકાઉન્ટ્ન્ટને પૈસા આપવાના સ્થાને રૂ.20 હજાર પડાવી લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ન્યૂ મણિનગરમાં રહેતા પ્રતીક શિવકુમાર વર્મા સીજી રોડની રેન્સ્ટોરેન્ટમાં એકાઉન્ટન્ટ છે. ગત, 10 જાન્યુઆરીએ રેન્સ્ટોરેન્ટના મેનેજર અંશુલ ઠાકુરે પ્રતીકને એક ઓર્ડર-પેમેન્ટ રિસિવ કરી લેવા જણાવ્યું હતું. જેથી પ્રતીકે ફોન કરતા મોબાઇલધારકે કહ્યું કે, હું દિલ્હીની સી.આર.પી.એફ બટાલિયનનો સેન્ટ્રલ કમાન્ડર વાત કરું છું, મારે તમારા મેનેજર સાથે વાત થઇ ગઇ છે.
એકાઉન્ટ વેરિફાય કરવાના નામે પૈસા ટ્રાન્સફર કરાવ્યા
મારે એડવાન્સ પેમેન્ટ પેટે રૂ. 20 હજાર આપવાના હોવાથી હું તમને ઓનલાઇન પેમેન્ટ કરી આપું છું. પરંતુ અમારે એકાઉન્ટ વેરીફાય કરાવવાનું હોય જેથી તમે મને રૂ.10નું ઓનલાઇન કરો. જેથી પ્રતીકે રૂ. 10 ઓનલાઇન પેમેન્ટ કરતાની સાથે જ તેના એકાઉન્ટમાં થોડીવારમાં જ રૂ. 20 પરત આવી ગયા હતા. જેથી પ્રતીકને વિશ્વાસ થયો હતો. બાદમાં ગઠિયાએ રૂ. 11,999ની પેમેન્ટની રિકવેસ્ટ પ્રતીકને મોકલતા તેનો સ્વીકાર કરીને પીન નંબર નાંખ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી
જેથી પ્રતીકના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા હતા. જેથી પ્રતીકે ગઠિયાને ફોન કરતા તેણે કહ્યું કે, તમે રૂ. 8 હજાર મને નાંખો એટલે હું તમારામાં રૂ. 20 હજાર પરત મોકલી આપું છું. જેથી પ્રતીકે 8 હજારનું પેમેન્ટ કર્યું હતુ. પરંતુ ગઠિયાએ પેમેન્ટ પરતુ કર્યું ન હતું.