માસ્ટરકાર્ડ (Mastercard)પર કડક કાર્યવાહી કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) એ તેને નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ કોઈ પણ બેંક માસ્ટરકાર્ડનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જારી કરી શકશે નહીં.
ડેટા સ્ટોરેજ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા
વિદેશી ફિનટેક અને ફાઇનાન્સ કંપનીઓ પર નિયમોનું પાલન કરવા અંગે આરબીઆઈ સતત કડક વલણ અપનાવી રહી છે. આમાં પણ, સૌથી મહત્વનું ડેટા સ્ટોરેજને લગતા નિયમો છે અને તેના લાપરવાહી કવા બદલ માસ્ટરકાર્ડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. RBIએ તેના આદેશમાં કહ્યું છે કે નિયમોનું પાલન કરવા માટે પૂરતી તક અને સમય આપવામાં આવ્યો હોવા છતાં, માસ્ટરકાર્ડે ડેટા સ્ટોરેજના નિયમોનું પાલન કર્યું નથી.
એવું જોવા મળ્યું છે કે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ, ખાસ કરીને વૈશ્વિક કંપનીઓ ભારતમાં ડેટા સ્ટોર કરતી નથી. તેના બદલે, તેઓ તેને તેમની વિદેશી કેન્દ્રિય ડેટા સ્ટોરેજ સિસ્ટમમાં રાખે છે. પરંતુ ડેટા સાથે સંકળાયેલા ગ્રાહકની પ્રાઈવસી અને પ્રાઈવસી રિસ્કને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ પહેલેથી જ આવી કંપનીઓને ભારતમાં ડેટા સ્ટોર કરવા કડક સૂચના આપી છે.
RBIનો નિયમો શું છે
6 એપ્રિલ 2018ના રોજ, RBIએ તમામ પેમેન્ટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓ, ફિનટેક માટે ડેટા સ્ટોરેજ સંબંધિત નિયમો જારી કર્યા હતા. નિયમો અનુસાર, ચુકવણી સેવા પ્રદાતા કંપનીઓએ ચુકવણીના વ્યવહારોની એન્ડ-2-એન્ડ વિગતો, તમામ એકત્રિત માહિતી, ગ્રાહકના ડેટા વગેરે ફક્ત ભારતમાં સ્ટોરેજ કરવાના હતા.
આ માટે કંપનીઓને 6 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો. આ નિયમોનું પાલન માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ અને વિઝા જેવી કાર્ડ કંપનીઓ તેમજ જીપીએ, એમેઝોન પે, ફોન-પે જેવી ફિનટેક જેવી કંપનીઓ પણ કરવાનું હતું
22 જુલાઈથી પ્રતિબંધ, હાલના ગ્રાહકોને અસર કરશે નહીં
માસ્ટરકાર્ડ પર લગાવવામાં આવેલ આરબીઆઈનો આ પ્રતિબંધ 22 જુલાઈથી લાગુ થશે. તે દિવસથી, કંપની નવા ડેબિટ, ક્રેડિટ અથવા પ્રિપેઇડ કાર્ડ નવા ભારતીય ગ્રાહકોને આપી શકશે નહીં. જો કે, આ માસ્ટરકાર્ડના હાલના ગ્રાહકોને અસર કરશે નહીં.