આજે 14 ડિસેમ્બર, મંગળવાર એટલે કે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ઊર્જાનું મહત્ત્વ સમજવાનો અને બચત પૂર્વક ઊર્જાનો ઉપયોગ કરવાનો છે. વસ્તી વધારાની સાથે જ ઊર્જાની જરૂરિયાત પણ સતત વધી રહી છે. આથી જ ઊર્જા સંરક્ષણના મહત્ત્વ વિશે સામાન્ય નાગરિકોમાં જાગૃક્તા આવે તે જરૂરી છે. આ માટે જ દરવર્ષે 14 ડિસેમ્બરના રોજ ઊર્જા સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે.
આપણે સૌ કોઈએ સમજવું પડશે કે, ઊર્જાનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી પ્રાકૃતિક ઊર્જાના સ્ત્રોતોથી જ કામ ચલાવવું જોઈએ. ઊર્જાનો ઉપયોગ ઓછો કરીને પણ ઊર્જાનું સંરક્ષણ થઈ શકે છે. આજે આપણાં જીવનમાં ઉપયોગ કરવામાં આવનાર મોટાભાગના ઊર્જા સ્ત્રોત એવા છે, જે ફરીથી ઉપયોગમાં નથી લઈ શકાતા. જેમ કે કોલસા, લાકડા, પેટ્રોલ અને ડીઝલ વગેરે.
આ તમામ સ્ત્રોતો વિશે એવું કહેવાય છે કે, આ માત્ર 40-50 વર્ષ સુધી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આથી આપણે સૌ કોઈએ આપણી લાઈફ સ્ટાઈલમાં ઊર્જા સંરક્ષણ એટલે કે ઊર્જાના બચાવના ઉપાયને સામેલ કરવા જોઈએ. ઊર્જા સંરક્ષણ માટે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વધારેમાં વધારે વૃક્ષા રોણફ કરવું જોઈએ.
► વીજળી બચાવવાના ઉપાય
→ જ્યારે ઉપયોગ ના હોય ત્યારે બલ્બ, લાઈટ, એસી અને પંખા બંધ કરી દેવા જોઈએ.
→ ટ્યૂબ લાઈટ બલ્બો અને અન્ય ઉપકરણો પર જામી ગયેલી ધૂળને પણ નિયમિત સાફ કરવી જોઈએ
→ ઊર્જા બચાવવા માટે CFL બલ્બનો ઉપયોગ કરવો જોઈએ
→ એસી, ફ્રિઝ અને બલ્બ બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સીની 5 સ્ટાર રેટિંગ વાળા જ લો.
→ ફ્રિઝનો દરવાજો વારંવાર ખોલ-બંધ કરવાના કારણે પણ વીજળીનો વપરાશ વધે છે.
→ ગીઝરમાં વધારેમાં વધારે વીજ વપરાશ થાય છે. આથી એટલું જ પાણી ગરમ કરો, જેટલાની જરૂર છે.
→ દિવસે કુદરતી પ્રકાશનો વધારેમાં વધારે ઉપયોગ કરો.
► રાંધણ ગેસ બચાવવાના ઉપાય
→ ખાવાનું રાંધતા સમયે વાસણને ઢાંકીને રાખવા જોઈએ
→ ગેસ સ્ટવના બર્નરને સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ
→ રાંધતા પહેલા ફ્રિઝમાં રાખેલ ખાદ્ય પદાર્થને બહાર કાઢીને તેને સામાન્ય તાપમાન પર લાવવા જોઇએ.
→ પ્રેશર કૂકરનો બને તેટલો વધારે ઉપયોગ કરવો જોઈએ
► પેટ્રોલ-ડીઝલ બનાવવાના ઉપાયો
→ ખાનગી વાહનો કરતાં વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ
→ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ સાઈકલ ચલાવવી જોઈએ
→ ઑફિસ અથવા કોઈ પ્રસંગમાં જતા સમયે કાર શેયરિંગ કરી શકો છો