દુનિયાભરમાં ફ્રાંસના ભવિષ્યવેત્તા નેસ્ત્રોદમસની ભવિષ્યવાણીઓ જાણીતિ છે. પરંતુ હાલ જે કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે તેની ભવિષ્યવાણી અનેક વર્ષો પહેલા એક ભારતીય ભવિષ્યવિદે કરી નાખી હતી. આંધ્રપ્રદેશના હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીને ભારતના નોસ્ટ્રાદેમસ તરીકે ઓળખવામાં આવે છે.
હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીએ સન 1610થી 1693 દરમિયાન થઈ ગયા. આ હિન્દુ સાધુએ કોરોના અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમના કાલજ્ઞાનમ્ નામના તેલુગુભાષાના ગ્રંથમાં કોરોનાને ઝેરી વાયુ ગણાવાયો છે. તેમણે 21મી સદીમાં એક મોટા નેતાની હત્યા થશે અને તેના કારણે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. યુદ્ધ પછી પશ્વિમનું જગત નબળું પડશે. ભગવાનનું શહેર હિંસાથી ભડકશે અને 2 ભાઈઓ વચ્ચે લડાઈ થશે.
આંધ્રપ્રદેશના કાલાપા જિલ્લામાં 17મી સદીમાં એક મહાન સંત જેમનું નામ હતું વીર બ્રહ્મેન્દ્ર સ્વામી. આ સંતે કાલજ્ઞાનમ્ નામનો ગ્રંથ રચ્યો હતો. કાલજ્ઞાનમ્ એટલે કે કાળનું જ્ઞાન અથવા ભવિષ્યનું જ્ઞાન. આ ગ્રંથમાં તેમણે 114 નંબરના શ્લોકમાં લખ્યું હતું : પૂર્વમાંથી એક ઝેરી ગેસનો હાહાકાર ફેલાશે. લાખો લોકો એમાં મૃત્યુ પામશે. એ ઝેરીવાયુ કોરોન્કી નામથી ઓળખાશે. તે એક કરોડ લોકોને બીમાર બનાવશે. મરધીઓની માફક મનુષ્યો પણ ટપોટપ મૃત્યુ પામશે.
આંધ્રપ્રદેશમાં રહેતાં સંતે પૂર્વમાંથી ઝેરીવાયુ ઉદ્ભવશે એવું કહ્યું હતું. જેનો અર્થ ઘણાં લોકો ચીનમાંથી ઉદ્ભવ્યો એવો કરે છે. આંધ્રપ્રદેશમાં એવી માન્યતા છે કે, તેમણે જે ભવિષ્યકથનો કર્યા છે એ સાચા પડે છે. તેમણે ભારતની કેટલીય ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હોવાનું મનાય છે.
આ ભવિષ્યવેત્તાએ પણ કરી હતી ભવિષ્યવાણી
ગયા વર્ષે અભિગ્ય નામના એક 14 વર્ષના ભવિષ્યવેત્તાએ દાવો કર્યો હતો કે, કોરોના વાયરસ 2020માં પૂરો થશે નહીં. સામાન્ય રીતે એવું મનાતું હતું કે 2020ના અંતે કોરોના વાયરસનો હાહાકાર ઘટી જશે. એ વખતે આ અભિગ્ય નામના કિશોરવયના ભવિષ્યવેત્તાએ યુટયૂબ વીડિયોમાં કહ્યું હતું કે, ડિસેમ્બરથી ફરી મહામારી હાહાકાર મચાવશે અને તેનો સૌથી ખરાબ સમય માર્ચ-એપ્રિલ માસમાં હશે. અભિગ્યએ જ કોરોના વાયરસ ક્યારે પૂરો થશે તે અંગે પણ ભવિષ્યવાણી કરી હતી. યુવાભવિષ્યવેત્તાએ કહ્યું હતું કે, 31મી મે પછી વાયરસનો ત્રાસ ઘટી જશે. સંક્રમણ ઘટવાની શરૂઆત થઈ જશે. 31મી જૂન પછી ખરેખર રાહત મળશે.
તેમને 21મી સદી અંગે અભિગ્યએ ભવિષ્યવાણી કરી હતી કે, કોરોના કરતાં પણ વધારે ખતરનાક કુદરતી હોનારતો ત્રાટકશે. તેના કારણે દુનિયામાં અરાજકતા સર્જાઈ જશે. આ બધામાંથી માણસને તેની રોગપ્રતિકારક શક્તિ જ બચાવશે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હશે તે જ આ કુદરતી હોનારતોમાંથી બચી શકશે.