T20 વર્લ્ડ કપમાં શુક્રવારે આયર્લેન્ડ અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચ બાદ નક્કી થયું હતું કે સુપર 12માં ભારત સામે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સિવાય કઈ અન્ય બે ટીમો ટકરાશે. ભારત 24 ઓક્ટોબરે તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે, ત્યાર બાદ 31 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ અને પછી 3 નવેમ્બરે અબુ ધાબીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ ત્રણેય મેચ બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ 5 નવેમ્બરે ગ્રુપ બીની વેજેતા ટીમ સામે મુકાબલો થશે. આ સિવાય 8 નવેમ્બરે ટીમનો મુકાબલો ગ્રુપ એમાં બીજા નંબરે રહેનારી નામીબિયા ટીમ સાથે થશે.
ટીમ ઈન્ડિયાનું શિડયૂલ
24 ઓકટોબર ભારત-પાકિસ્તાન (દુબઈ, સાંજે 7.30 વાગે)
31 ઓકટોબર ભારત-ન્યુઝીલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)
3 નવેમ્બર ભારત-અફઘાનિસ્તાન (અબુ ધાબી, સાંજે 7.30 વાગે)
5 નવેમ્બર ભારત-સ્કોટલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)
8 નવેમ્બર ભારત-નામીબિયા (દુબઈ, સાંજે 7.30 વાગે)
સેમી-ફાઇનલ અને ફાઇનલ શિડ્યૂલ
10 નવેમ્બર: પ્રથમ સેમી-ફાઇનલ
11 નવેમ્બર: બીજી સેમી-ફાઇનલ
14 નવેમ્બર: ફાઇનલ
15 નવેમ્બર: ફાઇનલ માટે રિઝર્વ દિવસ
પ્રથમ સેમી-ફાઇનલ મેચ 10 નવેમ્બરેની સાંજે 7.30 વાગે અબુ ધાબીમાં
આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ સેમી-ફાઇનલ મેચ 10 નવેમ્બરે 2021ની સાંજે 7.30 વાગે અબુ ધાબી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી સેમી-ફાઇનલ 11 નવેમ્બર 2021ના રોજ દુબઇમાં સાંજે 7.30 વાગેથી શરૂ થશે. ફાઇનલ મુકાબલો 14 નવેમ્બરે દુબઈમાં સાંજે 7.30 વાગે શરૂ થશે. આ વખતે સુપર-12ને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગલાદેશ છે.
જ્યારે ગ્રુપ-2માં ભારત, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા છે. સુપર12 રાઉન્ડમાં દરેક ટીમને કુલ પાંચ મેચ રમવાની છે. ત્યાર બાદ બંને ગ્રુપની ટોપ-2 ટીમો સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરશે અને પછી વિજેતા બે ટીમો ટાઇટલ માટે ટકરાશે. પહેલા ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે એને બહાર શિફ્ટ કરી દેવામાં આવ્યો, જોકે આ ટી-20 વર્લ્ડ કપની યજમાની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કરી રહ્યું છે.