ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ડભોળા ગામમાં પહોંચી છે. જ્યાં સ્થનિકો પાસેથી વિકાસના ક્યાં કામો થયા અને શું વિકાસ બાકી છે, તે જાણવા મળ્યુ છે તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.
આ ગામમાં 14000 મતદાતાઓ છે
ડભોળા ગામ ગ્રામ પંચાયતમાં 22000 ની વસ્તી ધરાવતું ગામ છે. અહીં 14000 મતદાતાઓ છે. તો સામે વિકાસની વાત કરવામાં આવે તો આ ગામમાં વિકાસને લઈ ઘણી સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે. અહીં ગટર અને સ્ટ્રીટ લાઈટો ઉપરાંત સ્વચ્છતાને લઈને પણ ગામમાં વિકાસના નામે અભાવ જોવા મળ્યો છે. અહી 5000 હજાર વર્ષ જૂનું ડભોડિયા હનુમાન મંદિર આવેલું છે. જે તીર્થ સ્થાન આસ્થાનું કેન્દ્ર છે. જેના મુખ્ય તરફ જવાના મુખ્ય માર્ગ પર પણ રોડ ખખડધજ જોવા મળ્યો છે.
ગ્રામજનો આ મુદ્દાઓને લઈ વિકાસની માંગ કરી
અહીં વર્ષોથી એસસીએસટીની એક પણ વાર કોઈ સરપંચની ઉમેદવારી થઈ નથી. 1956થી રચના થઈ પરંતુ એસસીએસટીની સીટ ફાળવવામાં આવી નથી. જેને લઈ સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યાં હતા. ગામમાં ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ અને ટ્યૂબ વેલની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનો અહી પરેશાન છે. તેમજ જાહેર શોચલાયનો અભાવ અને હુડકા આવાસ લાવારપુર રોડ પર ગટરની અને પીવાના પાણીની સમસ્યાઓ વર્તાઈ રહી છે. જેને લઇ ગ્રામજનો આ મુદ્દાઓને લઈ વિકાસની માંગ કરી રહ્યાં છે.
આંગણવાડીની ઓફિસના દરવાજા અને વ્યવસ્થા કથડેલી
ઉલ્લેખનિય છે કે ગામ અનેક સમસ્યાઓથી વંચિત છે. અહીં આરોગ્યની સુવિધાઓને લઈને પણ લોકો સારા આરોગ્યકેન્દ્રની સુવિધાઓની આશા રાખી રહ્યાં છે. તેમજ અહી આંગણવાડીની ઓફિસના દરવાજા અને વ્યવસ્થા કથડેલી હાલતમાં જોવા મળી છે. તથા આંગણવાડીની ઓફિસમાં દરવાજો સુદ્ધાં તૂટી ગયેલ હાલતમાં મળ્યો છે. તથા ગંદકીની સમસ્યાઓને લઇ પણ ગામમાં મોટી બેદરકારી જોવા મળી છે.
અહીં મુખ્ય ડભોળા હનુમાન તીર્થ સ્થાનનો રોડ ખરાબ અને કાચો રસ્તો જોવા મળ્યો છે. આમ ડભોળા ગ્રામ પંચાયતના લોકો વિકાસ જંખી રહ્યાં છે. ત્યારે સાચા અર્થમાં વિકાસ થાય અને તેવા કોઈ સરપંચ આવે જે આ સમસ્યાઓને ઝડપથી વિકાસની ગતિ તરફ લઈ જાય તો સાચા અર્થમાં વિકાસ થયો ગણાશે તેવી આશાઓ ગ્રામજનો રાખી રહ્યાં છે.