IPL 2023ની 57મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાઈ રહી છે. ગુજરાતે છેલ્લી મેચમાં મુંબઈને 55 રને હરાવ્યું હતું. હવે મુંબઈ હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે જીતના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની ઉંબરે ઉભી છે અને જો આ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને હરાવે છે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની નજર ગુજરાત સામે બદલો લેવા પર રહેશે.
મુંબઈ ઈન્ડિયન્સે 218 રન બનાવ્યા હતા
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટે 218 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 103 રનની ઇનિંગ રમી હતી. તેણે ઇનિંગ્સના છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ તેની પ્રથમ IPL સદી પણ છે. સૂર્યા ઉપરાંત ઈશાન કિશન, વિષ્ણુ વિનોદ અને રોહિત શર્માએ પણ મુંબઈ માટે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને 4 અને મોહિત શર્માએ 1 વિકેટ ઝડપી હતી.
ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વાનખેડે મેદાનમાં ટાર્ગેટનો પીછો કરવો સરળ છે. આ કારણે હાર્દિકે આ નિર્ણય લીધો છે. બંને ટીમોમાં કોઈ ફેરફાર નથી.
ગુજરાત ટાઇટન્સની ઈનિંગ
171/8 (ઓવર 19): મુંબઈ જીતની એકદમ નજીક છે, ગુજરાતને આખરી ઓવરમાં 48 રનની જરૂર છે, રાશિદ ખાન 26 બોલમાં 61 રન બનાવીને રમી રહ્યો છે
164/8 (ઓવર 18): ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર ખેલાડી રાશિદ ખાને વાનખેડે ખાતે શાનદાર બેટિંગ કરતાં તેની IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી છે. હાલમાં તે પોતાની ટીમ માટે 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 53 રન બનાવીને રમી રહ્યો છે
151/8 (ઓવર 17): રાશિદ ખાનની શાનદાર બેટિંગના કારણે ગુજરાતે 150 રનનો સ્કોર પાર કરી લીધો છે, ગુજરાતને જીતવા માટે 18 બોલમાં 68 રનની જરૂર છે
136/8 (ઓવર 16): ગુજરાત ટાઇટન્સે 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 24 બોલમાં 83 રનની જરૂર છે. રાશિદ ખાન 12 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. જોસેફ 7 રન બનાવીને રમી રહ્યો છે
130/8 (ઓવર 15): ગુજરાત ટાઇટન્સે 15 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા છે. રાશિદ ખાન 11 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી છે. અલ્ઝારી જોસેફ 3 રન બનાવીને રમી રહ્યો છે. ગુજરાતને જીતવા માટે 30 બોલમાં 89 રન બનાવવાના છે
116/8 (ઓવર 14): ગુજરાત ટાઇટન્સની 8મી વિકેટ પડી. નૂર અહેમદ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કાર્તિકેયે તેને આઉટ કર્યો. ટીમે 14 ઓવરમાં 116 રન બનાવ્યા છે. હવે રાશિદ ખાન અને અલઝારી જોસેફ બેટિંગ કરી રહ્યા છે
103/7 (ઓવર 13): ગુજરાત ટાઇટન્સને રાહુલ તેવટિયાના રૂપમાં સાતમો ઝટકો લાગ્યો છે. સાતમા નંબર પર બેટિંગ કરતા તેવટિયા 13 બોલમાં ચોગ્ગાની મદદથી 14 રન બનાવીને પીયૂષ ચાવલાની ઓવરમાં આઉટ થયો
100/6 (ઓવર 12): ગુજરાતને 12મી ઓવરમાં વધુ એક ઝટકો લાગ્યો છે, ડેવિડ મિલર 26 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો, આકાશ માધવાલને ત્રીજી સફળતા મળી છે
90/5 (ઓવર 11): ગુજરાતે 11 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 90 રન બનાવ્યા છે, રાહુલ તેવેટિયા અને ડેવિડ મિલરે ગુજરાતની ઈનિંગ સંભાળી છે
82/5 (ઓવર 10): ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે પ્રથમ 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 82 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે હજુ 10 ઓવરમાં 137 રનની જરૂર છે
77/5 (ઓવર 9): મુંબઈ માટે પીયૂષ ચાવલાની આ ઓવર ખર્ચાળ રહી, આ ઓવરમાં 2 ફોર અને એક સિક્સની મદદથી 18 રન આવ્યા
59/5 (ઓવર 8): ગુજરાત ટાઇટન્સની પાંચમી વિકેટ પડી, અભિનવ મનોહર 2 રન બનાવીને આઉટ થયો હતો. કાર્તિકેયની ઓવરમાં તે આઉટ થયો હતો. ગુજરાતને જીતવા માટે 72 બોલમાં 160 રનની જરૂર છે
55/4 (ઓવર 7): ગુજરાત ટાઇટન્સ ટીમને ચોથો ફટકો વિજય શંકરના રૂપમાં લાગ્યો છે. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા વિજય શંકર 14 બોલમાં છ ચોગ્ગાની મદદથી 29 રન બનાવીને પીયૂષ ચાવલાના હાથે બોલ્ડ થયો હતો
48/3 (ઓવર 6): ગુજરાત ટાઇટન્સે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા છે. વિજય શંકર 13 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ મિલર 5 રન બનાવીને રમી રહ્યો છે. ટીમને જીતવા માટે 84 બોલમાં 171 રનની જરૂર છે
39/3 (ઓવર 5): ગુજરાત ટાઇટન્સે 5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા. વિજય શંકર 11 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે. ડેવિડ મિલરે હજુ ખાતું ખોલાવ્યું નથી
26/3 (ઓવર 4): ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ પડી. શુભમન ગિલ 9 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ મધવાલે તેને આઉટ કર્યો હતો. ગુજરાત સંપૂર્ણપણે બેકફૂટ પર છે. ટીમે 4 ઓવરમાં 26 રન બનાવ્યા છે
17/2 (ઓવર 3): ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 4 રન બનાવીને આઉટ થયો હતો. બેહરનડોર્ફે તેને આઉટ કર્યો હતો. ટીમે 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 17 રન બનાવ્યા છે
11/1 (ઓવર 2): ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ રિદ્ધિમાન સાહાના રૂપમાં પડી હતી. તે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ મધવાલે સાહાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો
4/0 (ઓવર 1): 219 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ગુજરાત મેદાને છે, ગુજરાતની ઓપનિંગ જોડી ક્રીઝ પર છે, પ્રથમ ઓવરમાં 4 રન આવ્યા
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
218/5 (ઓવર 20): સૂર્યકુમાર યાદવે તેની IPL કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, મુંબઈએ ગુજરાતને આપ્યો 219 રનનો ટાર્ગેટ
201/5 (ઓવર 19): મુંબઈનો સ્કોર 19મી ઓવરમાં 200 રનને પાર, સૂર્યા 44 બોલમાં 87 રન બનાવીને રમી રહ્યો છે, ગ્રીને 2 રન બનાવ્યા છે
184/5 (ઓવર 18): સૂર્યકુમાર યાદવ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે, મોહિત શર્માની આ ઓવરમાં 3 ફોર અને એક સિક્સની મદદથી 20 રન આવ્યા
164/5 (ઓવર 17): સૂર્યકુમાર યાદવે વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર બેટિંગ કરતાં તેની IPL કારકિર્દીની 21મી અડધી સદી પૂરી કરી છે, તો રાશિદ ખાનને ચોથી સફળતા મળી છે, ટિમ ડેવિડ માત્ર 5 રન બનાવીને આઉટ થયો
153/4 (ઓવર 16): મોહિત શર્માને ત્રીજી ઓવરમાં મળી સફળતા, વિષ્ણુ વિનોદ 20 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો
151/3 (ઓવર 15): મુંબઈ ઈન્ડિયન્સે 15મી ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 150 રનનો આંકડો પાર કરી લીધો છે, સૂર્યા તેના અર્ધશતકની નજીક છે
139/3 (ઓવર 14): સૂર્ય કુમાર યાદવની અને વિષ્ણુ વિનોદ વચ્ચે 28 બોલમાં 50 રનની ભાગીદારી નોંધાઈ છે, સૂર્યા 22 બોલમાં 35 અને વિનોદ 17 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યા છે
131/3 (ઓવર 13): મોહમ્મદ શમીની આ ઓવરમાં પણ 15 રન આવ્યા, મુંબઈ ઈન્ડિયન્સે 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા છે
116/3 (ઓવર 12): અલઝારી જોસેફની બીજી ઓવર ખર્ચાળ રહી, આ ઓવરમાં 2 સિક્સની મદદથી 15 રન આવ્યા, 12 ઓવર બાદ મુંબઈનો સ્કોર 116 રન છે
101/3 (ઓવર 11): નૂર અહેમદે તેની ત્રીજી ઓવરમાં 5 રન આપ્યા, મુંબઈએ 11મી ઓવરમાં તેના 100 રન પુરા કર્યા છે, આ દરમિયાન મુંબઈએ 3 વિકેટ પણ ગુમાવી છે, તમામ વિકેટ રાશિદ ખાને લીધી હતી
96/3 (ઓવર 10): મુંબઈ ઈન્ડિયન્સે 10 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 96 રન બનાવી લીધા છે, સૂર્ય કુમાર યાદવની સાથે વિષ્ણુ વિનોદ ક્રીઝ પર છે
88/3 (ઓવર 9): મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી, નેહલ વાઢેરા 7 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને તેની ત્રીજી વિકેટ ઝડપી હતી, મુંબઈએ 9 ઓવરમાં 88 રન બનાવ્યા છે
81/2 (ઓવર 8): મુંબઈનો સ્કોર 8 ઓવરના અંતે 2 વિકેટના નુકશાન પર 82 રન છે, સૂર્ય કુમાર યાદવ અને નેહલ વઢેરા ક્રીઝ પર છે
66/2 (ઓવર 7): કરામતી ખાનનો કમાલ, એક ઓવરમાં 2 વિકેટ ઝડપી, પહેલા બોલે રોહિત શર્માને આઉટ કર્યા બાદ 5મા બોલે ઈશાન કિશનને આઉટ કર્યો હતો, રાશિદ ખાને મુંબઈના બંને ઓપનરોને પેવેલિયન પરત મોકલ્યા હતા
61/0 (ઓવર 6): ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્રથમ પાવરપ્લે સમાપ્ત થયા બાદ વિના વિકેટે 61 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 31 અને કેપ્ટન રોહિત શર્મા 29 રન બનાવીને રમી રહ્યા છે
51/0 (ઓવર 5): મુંબઈએ 5મી ઓવરમાં તેના 50 રન પુરા કર્યા છે, રોહિત 28 રન અને ઈશાન કિશન 22 રન બનાવીને રમી રહ્યા છે, બંને વચ્ચે અર્ધશતકીય ભાગીદારી પણ નોંધાઈ છે
44/0 (ઓવર 4): મોહિત શર્માની પહેલી ઓવર ખર્ચાળ સાબિત થઈ હતી, પરંતુ બીજી ઓવર સારી નાખી હતી, આ ઓવરમાં માત્ર 7 રન જ આવ્યા હતા
37/0 (ઓવર 3): ગુજરાતે આક્રમક શરૂઆત કરી છે, 3 ઓવરમાં વિના વિકેટે 37 રન બનાવી લીધા છે, રોહિત શર્મા અને ઈશાન કિશન શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે
20/0 (ઓવર 2): ગુજરાત માટે બીજી ઓવર મોહિત શર્માએ નાખી, આ ઓવરમાં રોહિત શર્માની એક સિક્સ અને 2 ફોરની મદદથી 14 રન આવ્યા
6/0 (ઓવર 1): ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઈનિંગની શરૂઆત કરવા આવ્યો છે. તો મોહમ્મદ શમીએ ગુજરાત ટાઇટન્સ માટે પ્રથમ ઓવર નાખી, એક ફોરની મદદથી આ ઓવરમાં 6 રન આવ્યા
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનઃ
મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, વિષ્ણુ વિનોદ, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય
ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), વિજય શંકર, હાર્દિક પંડ્યા(કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, નૂર અહમદ