IPLમાં આજે ડબલ હેડર મેચો રમાવાની છે. જેની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં DCના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ 4 વિકેટના નુકસાને 177 રન કર્યા હતા.
કેપ્ટન રોહિત શર્મા ફિફ્ટી ચુક્યો
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન 67 રનના સ્કોર પર કુલદીપ યાદવે રોહિત શર્માની વિકેટ લઈ દિલ્હીને ગેમમાં એન્ટ્રી કરાવી હતી. શાનદાર લયમાં બેટિંગ કરી રહેલા હિટમેને 32 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 41 રન કર્યા હતા. કુલદીપ સામે શોટ મારવા જતા તે પોવેલના હાથે કેચઆઉટ થયો હતો. હિટમેન IPLમાં સતત 9મી વાર ફિફ્ટી ફટકાર્યા વિના પેવેલિયન ભેગો થઈ ગયો છે. તેણે છેલ્લી ફિફ્ટી ગત વર્ષે 23 એપ્રિલે પંજાબ સામે મારી હતી.
કુલદીપ યાદવ સામે MI મુશ્કેલીમાં
કુલદીપ યાદવે રોહિતને આઉટ કર્યા બાદ અનમોલપ્રિત સિંહ(8 રન)ને આઉટ કરી દિલ્હીની બીજી વિકેટ અપાવી હતી. 11 ઓવરની અંદર મુંબઈએ 83 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. 122 રનમાં મુંબઈએ ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. કુલદીપે કિરોન પોલાર્ડને (3) પેવેલિયન ભેગો કર્યો હતો. આની સાથે જ યાદવે 2 વર્ષ અને 11 ઈનિંગ પછી એક મેચમાં 3 વિકેટ લીધી છે.
મેચ અંગે રસપ્રદ જાણકારી
દિલ્હી ટીમમાંથી રોવમેન પોવેલ, મનદીપ સિંહ, શાર્દૂલ ઠાકુર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ અને કમલેશ નાગરકોટી ડેબ્યૂ કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટિમ ડેવિડ IPLમાં પહેલી મેચ રમી રહ્યો છે. તે સિંગાપુરનો પહેલા ખેલાડી છે જેણે IPLમાં ભાગ લીધો છે
બંને ટીમની પ્લેઇંગ-11
DC:
પૃથ્વી શો, ટિમ સેઈફર્ટ, મનદીપ સિંહ, રિષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી
MI:
રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, અનમોલપ્રીત સિંહ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, ટાઈમલ મિલ્ન્સ, જસપ્રીત બુમરાહ, બેસિલ થમ્પી