IPL 2022ની આજે રમાયેલી ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં GT દ્વારા આપવામાં આવેલ 145 રનના લક્ષ્યાંકનો પીછો કરતા LSGની આખી ટીમ માત્ર 82 રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ગુજરાત તરફથી રશીદ ખાને માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો રવિશ્રીનીવાસન સાઈ કિશોર અને યશ દલાલે 2-2 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમીએ 1 વિકેટ ઝડપી હતી.
તો ગુજરાત ટાઈટન્સે લખનઉને જીત માટે 145 રનનો સરળ લક્ષ્યાંક આપ્યો હતો. GT તરફથી શુભમન ગીલે સર્વાધિક 63 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 26 અને રાહુલ તિવેટિયાએ 22 રન બનાવ્યા હતા. જોકે, ગુજરાત દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ લખનઉની ટીમે ખરાબ શરૂઆત કરી હતી અને એક બાદ એક તેના તમામ ખેલાડીઓ આઉટ થતા ગયા. માત્ર 82 રનના સ્કોર પર આખી ટિમ પેવેલિયન ભેગી થઇ ગઈ હતી. LSG તરફથી દીપક હુડાએ 27 રન, બનાવ્યા હતા. તે સિવાય એક પણ ખેલાડી સન્માનજનક સ્કોર બનાવી શક્યો ન હતો.