આજે IPL 2023 સિઝનની 16મી મેચ છે અને તેમાં બે એવી ટીમો ટકરાઈ રહી છે, જેનું આ સિઝનમાં જીતનું ખાતું પણ ખુલ્યું નથી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. બંને ટીમો અત્યાર સુધી એકપણ મેચ જીતી શકી નથી. દિલ્હી સતત ત્રણ મેચ હારી છે અને છેલ્લા સ્થાને છે. તો, મુંબઈ ઈન્ડિયન્સ પણ તેની બંને મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં બેમાંથી એક ટીમ પોતાનું ખાતું ખોલવામાં સફળ રહેશે તે નિશ્ચિત છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 172 રન બનાવ્યા છે.
દિલ્હી 172 રનમાં ઓલઆઉટ
દિલ્હી કેપિટલ્સનો દાવ 172 રનમાં સમેટાઈ ગયો હતો. દિલ્હી તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન ડેવિડ વોર્નરે 51 રનની ઇનિંગ રમી હતી. દિલ્હીની ટીમ આ મેચમાં પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. 19.4 ઓવરમાં 172 રન બનાવીને તમામ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. મુંબઈ તરફથી પીયૂષ ચાવલા અને જેસન બેહરેનડોર્ફે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. રિલે મેરેડિથને બે અને રિતિક શોકીનને એક વિકેટ મળી હતી.
મુંબઈએ ટોસ જીતીને બોલિ��ગ પસંદ કરી
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોફ્રા આર્ચર મુંબઈ માટે આ મેચ પણ નથી રમી રહ્યો. તો ટ્રિસ્ટન સ્ટબ્સના સ્થાને રિલે મેરેડિથને તક આપવામાં આવી છે. દિલ્હીની ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત ખલીલ અહેમદના સ્થાને મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને રિલે રુસોના સ્થાને યશ ધૂલને તક આપવામાં આવી છે.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
ઓવર 20ઃ
ઓવર 19ઃ ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીનની જોડીએ મુંબઈ માટે વાપસી કરી, 19મી ઓવરમાં 15 રન આવ્યા, મુંબઈને જીતવા માટે 6 બોલમાં માત્ર 5 રનની જરૂર
ઓવર 18ઃ મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવરમાં 153 રન બનાવ્યા. ટીમે 4 વિકેટ ગુમાવી દીધી છે. મુંબઈને જીતવા માટે 12 બોલમાં 20 રનની જરૂર છે. ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીન ક્રિઝ પર છે.
ઓવર 17ઃ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 45 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો. રોહિત મુસ્તાફિઝુર રહેમાનની ઓવરમાં વિકેટકીપર અભિષેક પોરેલના હાથે કેચ આઉટ થયો.
ઓવર 16ઃ દિલ્હીને બીજી સફળતા મળી, મુકેશકુમારની ઓવરમાં તિલક વર્મા 29 બોલમાં 41 રન બનાવી આઉટ, સુર્યાકુમાર યાદવ ફરી નિષ્ફળ પહેલા જ બોલે આઉટ, એક ઓવરમાં 2 વિકેટ પડી
ઓવર 15ઃ દિલ્હી કેપિટલ્સ માટે 15મી ઓવર ઘણી સારી રહી. મિસ્તફુઝર રહેમાને આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા. મુંબઈએ 15 ઓવરમાં 123 રન બનાવ્યા છે. રોહિત 61 રન અને તિલક 25 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 14ઃ મુંબઈ ઈન્ડિયન્સે 14 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. રોહિત અને તિલક વચ્ચે 50 રનની ભાગીદારી પૂરી થઈ છે. મુંબઈને જીતવા માટે 36 બોલમાં 52 રનની જરૂર છે.
ઓવર 13: મુંબઈ ઈન્ડિયન્સે 13 ઓવર પછી 1 વિકેટના નુકસાને 117 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 42 બોલમાં 56 રનની જરૂર છે.
ઓવર 12: રોહિત શર્માએ ધમાકેદાર રીતે 50 રન પુરા કર્યા, મુંબઈનો સ્કોર 112/1
ઓવર 11: મુંબઈ ઈન્ડિયન્સે 11 ઓવરમાં 98 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 54 બોલમાં 75 રનની જરૂર છે. રોહિત શર્મા 28 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 10: મુંબઈ ઈન્ડિયન્સે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 91 રન બનાવ્યા હતા. રોહિત તેની અડધી સદીની નજીક છે. તેણે 48 રન બનાવ્યા છે. તિલક વર્મા 11 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 9: ઓવરના છેલ્લા બોલમાં રોહિત શર્માની સિક્સ, આ ઓવરમાં 9 રન મળ્યા
ઓવર 8ઃ મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ 71 રનના સ્કોર પર પડી, ઈશાન કિશન 31 રન બનાવીને આઉટ થયો, આ ઓવરમાં માત્ર 3 રન આવ્યા
ઓવર 7ઃ દિલ્હી કેપિટલ્સ માટે 7મી ઓવર સારી રહી. અક્ષર પટેલે આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. મુંબઈએ 7 ઓવર પછી 70 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 78 બોલમાં 103 રનની જરૂર છે
ઓવર 6ઃ મુંબઈની ધમાકેદાર શરૂઆત, પાવરપ્લેમાં 68 રન બનાવ્યા, રોહિત શર્મા 17 બોલમાં 3 સિક્સ અને 4 ફોરની મદદથી 37 રન રમી રહ્યો છે. જ્યારે ઈશાન કિશને 19 બોલમાં 30 રન બનાવ્યા છે. ઈશાને 6 ચોગ્ગા ફટકાર્યા છે.
ઓવર 5ઃ દિલ્હી તરફથી 5મી ઓવર અક્ષર પટેલે કરી, રોહિત અને કિશન વચ્ચે 50 રનની ભાગીદારી, આ ઓવરમાં 2 ફોરની મદદથી 10 રન આવ્યા
ઓવર 4ઃ લલિત યાદવની ઓવરમાં એક ચોગ્ગાની મદદથી 8 રન આવ્યા, રોહિત અને કિશનની જોડીએ મુંબઈને મજબૂત શરૂઆત અપાવી
ઓવર 3ઃ મુંબઈ ઈન્ડિયન્સે 3 ઓવરમાં 42 રન બનાવ્યા છે. ઈશાન કિશન 7 બોલમાં 18 રન અને રોહિત શર્મા 11 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 2ઃ મુંબઈની શાનદાર શરૂઆત, ઈશાન કિશને બીજી ઓવરમાં 3 ફોર ફટકારી, 2 ઓવરના અંતે મુંબઈનો સ્કોર વિના વિકેટે 27 રન
ઓવર 1ઃ 173 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મુંબઈ મેદાનમાં, મુંબઈ માટે રોહિત અને કિશને ઈનિંગની શરૂઆત કરી, મુકેશ કુમારની પ્રથમ ઓવરમાં 14 રન આવ્યા, રોહિતની ધમાકેદાર શરૂઆત
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
ઓવર 20ઃ દિલ્હી સામે જીતવા મુંબઈ ઈન્ડિયન્સને 173 રનનો ટાર્ગેટ, દિલ્હીની ટીમ 172 રનમાં ઓલઆઉટ
ઓવર 19ઃ આ ઓવર મુંબઈના નામે રહી, પહેલા બોલે અક્ષર પટેલ બાદમાં કપ્તાન વોર્નર અને ત્યાર બાદ કુલદીપ યાદવ રન આઉટ થયો, આ ઉપરાંત છેલ્લા બોલે પણ વિકેટ પડી
ઓવર 18ઃ અક્ષર પટેલે IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી
ઓવર 17ઃ અક્ષર પટેલની ફટકાબાજી, જેસન બેહરનડોર્ફ ઓવરમાં પણ 2 સિક્સ ફટકારી, માત્ર 19 બોલમાં 42 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 16ઃ ડેવિડ વોર્નરની કપ્તાની ઈનિંગ, 43 બોલમાં અડધી સદી ફટકારી, દિલ્હીના કેપ્ટન વોર્નરે આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી
ઓવર 15ઃ અક્ષર પટેલની આ ઓવરમાં બેક ટુ બેક સિક્સ, હૃતિક શોકીનની આ ઓવર કુલ 13 રન આવ્યા
ઓવર 14ઃ દિલ્હી કેપિટલ્સે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર તેની અડધી સદીની નજીક છે. તેણે 40 બોલમાં 47 રન બનાવ્યા છે. અક્ષર પટેલ 6 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 13ઃ પિયુષ ચાવલાની ઘાતક બોલિંગ, વધુ એક વિકેટ ઝડપી, લલિત યાદવ 4 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો
ઓવર 12ઃ દિલ્હી મુશ્કેલીમાં, 12 ઓવર બાદ સ્કોર 4 વિકેટે 95 રન, ડેવિડ વોર્નર 34 બોલમાં 39 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. લલિત યાદવ 3 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 11ઃ પિયુષ ચાવલાની વધુ એક શાનદાર ઓવર, રોવમેન પોવેલને lbw આઉટ કર્યો, રોવમેન માત્ર 4 રન બનાવી આઉટ
ઓવર 10ઃ મનીષ પાંડે આઉટ થયા બાદ યશ ધુલ બેટિંગ કરવા આવ્યો, પરંતુ દિલ્હી માટે કંઈ ખાસ ના કરી શક્યો, માત્ર 2 રન બનાવી આઉટ, મેરેડિથે લીધી વિકેટ
ઓવર 9ઃ મુંબઈને બીજી સફળતા મળી, મનીષ પાંડે 18 બોલમાં 26 રન બનાવી પિયુષ ચાવલાની ઓવરમાં આઉટ, દિલ્હી કેપિટલ્સે 9 ઓવર પછી 2 વિકેટના નુકસાન પર 78 રન બનાવ્યા.
ઓવર 8ઃ હૃતિક શોકીનની આ ઓવર ખર્ચાળ રહી, ત્રીજો બોલ નો બોલ નાખ્યા બાદ, ચોથા બોલ પર વાઈડ સાથે 5 રન આવ્યા, આ ઓવરમાં કુલ 16 રન આવ્યા
ઓવર 7ઃ પિયુષ ચાવલાની ઓવરમાં 8 રન આવ્યા, આ ઓવરમાં વોર્નરે એક ફોર ફટકારી હતી
ઓવર 6ઃ દિલ્હી કેપિટલ્સે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર 16 બોલમાં 18 રન અને મનીષ પાંડે 10 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 18 રનની ભાગીદારી થઈ છે.
ઓવર 5ઃ દિલ્હીએ 5 ઓવરમાં 1 વિકેટના નુકશાન પર 42 રન બનાવ્યા છે, વોર્નર 17 અને પાંડે 9 રન બનાવી રહ્યા છે
ઓવર 4ઃ હૃતિક શોકીનના પહેલા બોલે પૃથ્વીએ ચોગ્ગો ફટકાર્યા બાદ ચોથા બોલે આઉટ, પૃથ્વીએ 10 બોલમાં 15 રન બનાવ્યા
ઓવર 3ઃ વોર્નરની શાનદાર બેટિંગ, ગ્રીનની ઓવરમાં છેલ્લા બોલ પર 2 બાઉન્ડરી ફટકારી
ઓવર 2ઃ અરશદ ખાનની ઓવરમાં 2 ફોર આવતા 2 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર વિના વિકેટે 19 રન, પૃથ્વી શો 4 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ વોર્નરે 8 બોલમાં 8 રન બનાવ્યા છે.
ઓવર 1ઃ દિલ્હીના ઓપનર પૃથ્વી શો અને વોર્નરે ઈનિંગની શરૂઆત કરી, મુંબઈ તરફથી પ્રથમ ઓવર જેસન બેહરનડોર્ફ કરી. પ્રથમ ઓવરમાં 7 રન આવ્યા
શું કોટલામાં બદલાશે દિલ્હીનું કિસ્મત?
દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં તેમની ત્રણેય મેચ હારી ચૂકી છે, જેમાં એક મેચ તેમના હોમ ગ્રાઉન્ડ ફિરોઝ શાહ કોટલામાં રમાઈ હતી. કોટલામાં આ સિઝનની આ બીજી મેચ છે અને આવી સ્થિતિમાં દિલ્હી પાસે આનાથી સારી તક ભાગ્યે જ આવશે, કારણ કે વિરોધી ટીમ પણ તેની સામે સંઘર્ષ કરી રહી છે.
રોહિત શર્મા પર નજર
તમામની નજર મુંબઈના કેપ્ટન રોહિત શર્માના પ્રદર્શન પર રહેશે. રોહિત બંને મેચમાં ફ્લોપ સાબિત થયો છે. તેણે અત્યાર સુધી માત્ર 22 રન બનાવ્યા છે. મુંબઈના કેપ્ટન લાંબા સમયથી IPLમાં અડધી સદી ફટકારી શક્યા નથી. તેણે છેલ્લી 24 ઇનિંગ્સમાં એકપણ ફિફ્ટી વગર માત્ર 470 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં જો મુંબઈને જીતવું હોય તો કેપ્ટને કંઈક ખાસ કરવું પડશે.
બંને ટીમોની પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વઢેરા, હૃતિક શોકીન, અરશદ ખાન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, રિલે મેરેડિથ
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર (કેપ્ટન), મનીષ પાંડે, યશ ધુલ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, મુસ્તાફિઝુર રહેમાન