વોટર આઈડી કાર્ડ વગર મતદાનની રીત
1.ચૂંટણી પંચ સતત પ્રયત્ન કરે છે કે, ગઈ વખત કરતા આ વખતે મતદાન વધારે થાય. જો તમે ચૂંટણી પંચની મતદાર યાદીમાં નામ નોંધવી ચૂક્યા છો તો તમે વોટર આઈડી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છો. કારણ કે વોટ આપવા માટે સૌથી જરૂરી છે તમારુ નામ વોટર તરીકે વોટિંગના લિસ્ટમાં સામેલ હોય.
આ રીતે વોટર લિસ્ટમાં શોધો તમારુ નામ
2.જો તમારું વોટર આઈડી કાર્ડ બન્યું હોય અને તમારે વોટર લિસ્ટમાં તમારુ નામ ચેક કરવું હોય તો તે માટે સૌથી પહેલાં https://www.nvsp.in લિંક ઓપન કરો. લિંક ઓપન કર્યા પછી ડાબી બાજુ (Search Your Name in Electoral Roll) પર ક્લિક કરવાનું થશે. ત્યારપછી અહીંથી તમે તમારા નામને બે રીતે ચેક કરી શકશો. તમે તમારી ડિટેલને કોલમમાં ભરીને અથવા વોટર આઈડી કાર્ડ (EPIC) નંબર દ્વારા માહિતી લઈ શકાય છે. આ EPIC નંબર તમારા વોટર આઈડી કાર્ડ પર લખેલો હોય છે.
EPIC નંબરની જાણ હોય તો
3.જો EPIC નંબરની જાણ હોય તો NSVP (https://www.nvsp.in/)ના ઈલેક્ટોરલ સર્ચ પર જાવ. જે બાદ Search by EPIC નંબર પર ક્લિક કરો. તમારો EPIC નંબર નાખો અને ડ્રોપ ડાઉન મેન્યૂની મદદથી પોતાનું સ્ટેટ સિલેક્ટ કરો. જે બાદ કૈપચા ઇમેજમાં દેખાતાં કોડને આપવામાં આવેલા બોક્સમાં ભરો. હવે સર્ચ પર ક્લિક કરો. જો તમને કંઈ પણ ન જોવા મળે તો તમારું નામ વોટર લિસ્ટમાં નથી.
EPIC નંબર ન હોય તો
4.સૌથી પહેલાં NSVP (https://www.nvsp.in/ પર જઈને સર્ચ અને ડિટેઈલ કોલમ પર ક્લિક કરો. અહીં તમારી ડિટેઈલ ભરો. જે બાદ કેપચા કોડને ભરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને સર્ચ બટનની નીચે તમારું રિઝલ્ટ જોવા મળે છે તો તમારું નામ વોટર લિસ્ટમાં છે.
આવી રીતે જાણો પોલિંગ બૂથ
5.સૌથી પહેલાં (https://www.nvsp.in/) ના ઈલેક્ટોરલ સર્ચ પર જાવો. નાગરિક સુચનાના વિકલ્પ પર જઈને બૂથ પર ક્લિક કરો. તમારું નામ, પિતા/પતિનું નામ ભરો. કેપચા કોડ ભરીને એન્ટર કર્યા બાદ તમારા પોલિંગ સેન્ટરના નામ અને અન્ય તમામ જાણકારીઓ મળી જશે.
ઓનલાઈન મતદાન સૂચના પત્રની પ્રિન્ટ લઈ લો
6.Search Your Name in Electoral Roll પર ક્લિક કરીને તમે બે રીતે તમારું નામ શોધી શકો છો. પહેલી રીત- Search Your Details, તેમાં જરૂરી માહિતી આપીને તમે તમારુ નામ લિસ્ટમાં જોઈ શકો છો. બીજી રીત- Search by EPIC No. એટલે કે તમારા વોટર આઈડી કાર્ડમાં આવેલો ઓળખ પત્ર નંબર નાખવાનો રહેશે. જો તમારુ નામ વોટર લિસ્ટમાં હોય તો ઓનલાઈન જ 'મતદાતા સૂચના પત્રક'ની પ્રિન્ટ જરૂરી નીકાળી લો. આ પત્રક સાથે અન્ય ફોટો આઈડી પ્રૂફ બતાવીને મતદાન કરી શકો છો. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં ચૂંટણી પંચે પણ વોટર્સ ગાઈડલાઈન જાહેર કરીને કહ્યું હતું કે, જો કોઈ મતદાતા પાસે વોટર આઈડી કાર્ડ ન હોય તો 11 આઈડી પ્રૂફ બતાવીને તેઓ મતદાન કરી શકે છે.
આમાંથી કોઈ પણ એક દસ્તાવેજના આધારે મતદાન કરી શકાશે
7.જો વોટર લિસ્ટમાં તમારુ નામ હોય તો ઓનલાઈન તેની પ્રિન્ટ મેળવી લીધા પછી તમે 11માંથી કોઈ પણ એક ઓળખપત્રના આધારે મતદાન કરી શકો છો. આ 11 ઓળખ પત્રમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર સરકાર-રાજ્ય સરકાર અથવા પબ્લિક લિમિટેડ કંપની દ્વારા તેમના કર્મચારીઓને જાહેર કરવામાં આવેલું સર્વિસ આઈડી કાર્ડ (ફોટો સાથે), બેન્ત અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી પાસબુક (ફોટા સાથે), શ્રમ મંત્રાલયની સ્કીમ દ્વારા જાહેર કરવામાં આવેલું સ્માર્ટ કાર્ડ. મનરેગા જોબ કાર્ડ, શ્રમ મંત્રાલયની સ્કીમ દ્વારા આપવામાં આવેલું વીમા સ્માર્ટ કાર્ડ, ફોટો સાથે પેન્શન દસ્તાવેજ, ધારાસભ્ય અથવા સાંસદ દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકારીક કાર્ડનો સમાવેશ થાય છે.