મહેસાણા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો પણ મેદાને ઉતર્યા છે ત્યારે મહેસાણા ટાઉનહોલ ખાતે મહિલા સંમેલનમાં કલાકાર રહેલા એવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી ગુજરાતની આ ચૂંટણીને સરળતા થી ન લેવા બહેનોને અપીલ કરી હતી. વડાપ્રધાનના બા ને ગાળો અપાઈ છે અને એ આ ચૂંટણી એ સ્વંભિમાનની ચૂંટણી છે માટે ફરી એક બાર ભાજપ સરકારના નારા સાથે મહિલાઓ સાથે સંબોધન કરતા વિપક્ષી દળો સામે આકરા પાણીએ ભાષણ કર્યું હતું.
મહિલા સંમેલનમાં મહિલાઓની પાંખી હાજરી વચ્ચે એકાએક વિદ્યાર્થીનીઓ ચાલુ કોલેજ વિદ્યાર્ર્થિનીઓ આ સંમેલનમાં જોડાઈ હતી . સમલેન દરમિયાન સ્મૃતિ ઈરાનીએ પોતે ગુજરાત થી બે વાર રાજ્યસભાના સાંસદ રહ્યા છે તેવો પરિચય આપી મહિલાઓને આ ચૂંટણી સરળતા થી ન લેવા ટકોર કરી હતી, આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ કે આપની નથી તમારી લડાઈ છે માટે સતર્ક રહેવું પડશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધતા ભારત જોડો યાત્રાએ ભારત તોડવાની યાત્રા ગણાવી હતી, રાહુલની યાત્રામાં પાકિસ્તાન જીંદબાદના નારા લાગ્યા છે, 7 વર્ષ કોંગ્રેસે નર્મદાના દરવાજા નથી નાખ્યા અને ગુજરાતને દંડીત કર્યું છે અને હવે ગંગામૈયા યાદ આવ્યા છે, સુરતમાં રેવડી વાળાના કાર્યાલય પર તાળા લાગ્યા છે, મોદીના બાને ગાળો આપી છે માટે સતર્ક રહેશો બહેનો આ સ્વાભિમાનની ચૂંટણી છે, 28 મહિના મફ્ત અનાજ, મફ્ત વેકસીન અને આગામી સરકાર મહિલાઓને અનેક સ્કીમોનો બહોળો લાભ આપશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને આશીર્વાદ આપ્યા છે અને એમના ગુજરાતને મળતા રહ્યા છે, સન્માનની ભાવના અને સબંધ આવા એની ચૂંટણી છે એને કોઈ ભાગી શકે નહીં.
ભાજપ આવશે તો મોદી રાજમાં દીકરીઓ સ્કૂટીમાં અને વડીલ બહેનો બસમાં ફરશે : સ્મૃતિ ઈરાની
ભાજપે દર ચૂંટણીની જેમ પોતાનો ચૂંટણી ઠંઠેરો જાહેર કર્યો છે જેને લાઇ મહેસાણા ખાતેના મહિલા સંમેલનમાં સ્મૃતિ ઈરાનીએ ભાજપની સરકાર બનશે તો દીકરીઓ માટેની અગ્નિપથ યોજના, મફ્ત શિક્ષણ, મફ્ત સાયકલ અને કોલેજની ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓને મફ્ત સ્કૂટી સાથે વડીલ મહિલાઓને બસની મુસાફરી ફરી મળશે તેવો વિશ્વાસ આપ્યો છે.