- ગુજરાતની 32% મહિલાઓ કમાણીમાંથી 30 % બચત કરે છે
- પરંતુ 38% મહિલાઓ અવેરનેસના અભાવે રોકાણ કરતી નથી
- ટ્રાવેલ્સ પાછળના ખર્ચાઓ અંગે જ નિર્ણય લઇ શકે
ભારતમાં 15 ટકા મહિલાઓ તેમની બચત અથવા કમાણીમાંથી 30 ટકા રકમનું સેવિંગ્સ કરે છે. તેની સામે ગુજરાતમાં 32 ટકા મહિલાઓ તેમણે ઘરખર્ચમાંથી બચાવેલી કે કમાણીમાંથી બચાવેલી 30 ટકા રકમનું બચત (સેવિંગ્સ) કરે છે, પરંતુ મોટાભાગની ગુજરાતી મહિલાઓ ફઇનાન્સિયલ અવેરનેસ (મૂડીરોકાણ માર્ગદર્શન)ના અભાવે ઇન્વેસ્ટમેન્ટ (મૂડીરોકાણ) કરી શકતી નથી. પરંતુ તેઓ એમ પણ કબૂલે છે કે, જો તેમને યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસની તક મળે તો તેઓ મૂડીરોકાણ કરવા માટે પણ તત્પર છે. 76 ટકા મહિલાઓ ફઇનાન્સિયલ પ્લાનિંગ અંગેની જાણકારીથી વચિંત મોટાભાગની મહિલાઓ બચાવેલા પૈસામાંથી ફ્ક્ત ગ્રોસરી, હાઉસહોલ્ડ ખર્ચાઓ, ટ્રાવેલ્સ પાછળના ખર્ચાઓ અંગે જ નિર્ણય લઇ શકે છે. સેવિગ્સમાં તેઓ ગોલ્ડ, બરણી-કબાટ કે અન્ય રીતે ઘરમાં સંગ્રહ કરવાનું પસંદ કરે છે 50 ટકા કામકાજી મહિલાઓને એ ખબર નથી હોતી કે તેમણે કમાયેલા નાણાનું શું થાય છે. ઘરમાં જ્યારે પણ ફાઇનાન્સિયલ બાબતોની ચર્ચા થતી હોય ત્યારે તેઓ રસ લેતી નથી. રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે માત્ર 2 ટકા મહિલાઓ જ વિચારી શકે છે. કમાણીમાંથી ખર્ચ, બચત અને મૂડીરોકાણ અંગે સ્વતંત્ર રીતે નિર્ણય લેતી મહિલાઓનું પ્રમાણ માત્ર 9 ટકા જ જોવા મળ્યું છે. 38 ટકા મહિલાઓ હજી પણ ટ્રેડિશનલ ઈન્સ્ટુમેન્ટસ જેવાં કે બેન્ક એફ્ડી, ગોલ્ડ, ઇન્સ્યોરન્સ, પીપીએફ્, પીએફ્, સરકારી બચત યોજનાઓ વગેરે કે જેમાં ઇન્ફ્રલેશન કરતા પણ નીચું રિટર્ન મળી રહ્યું છે તેમાં રોકાણ પસંદ કરે છે. મોટાભાગની મહિલાઓ સ્થાનિક સ્તરની ફઇનાન્સ કંપનીઓ દ્રારા ચલાવાતા ચીટ ફ્ંડ્સમાં પૈસા રોકે છે અને પાછળથી ચીટિંગનો ભોગ બને છે.
ફાઇનાન્સિયલ પ્લાનિંગ પૂર્વે આ બાબતોનો કરો અમલ
- પિગ્ગી બેન્ક, તિજોરી, સેવિંગ્સ એકાઉન્ટ, બેન્ક એફ્ડી અને ખાનગી બચતોના સ્થાને ઇન્ફ્લેશન કરતાં ઊચું રિટર્ન ઓફ્ર કરતાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્્રુમેન્ટમાં ડાઇવર્ટ કરતાં રહો.
- નકલી ઘરેણાં-કપડાં-શૃંગાર સાધનો, અન્ય છૂપાં ખર્ચા ઉપર કાપ મૂકીને સોના-ચાંદીનાં સાચાં ઘરેણાં, પ્રવાસ, મનોરંજન પાછળ રોકો.
- ફઇનાન્સિયલ પ્લાનરની સલાહ લો અને અમલ કરવાનો પણ આગ્રહ રાખો.
- કમાણીમાંથી 10-20 ટકા રકમ બચત/મૂડીરોકાણ માટે અનામત રાખો
- તેમાંથી 50 ટકા રકમ આકસ્મિક ફ્ંડ તરીકે બેન્ક એફ્ડી, સેવિંગ્સ કે લિક્વિડ ફ્ંડમાં રોકો.
- ફજલ મૂડીમાંથી પણ મહત્તમ 50 ટકા મૂડી લાંગાગાળા માટે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકો.
- રેસ્ટોરન્ટ, પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, કપડાં, મનોરંજન તથા અન્ય લક્ઝુરિયસ ખર્ચમાં કરેલી 10-20 ટકા બચત પણ કમાણી જ છે. તે મૂડીરોકાણમાં મદદરૂપ થઇ શકે છે.
મહિલા રોકાણકારો માટેના ફાઇનાન્સ સ્ટ્રેસ ટેસ્ટ
- કમાણી ખૂબ સારી કરો ��ો. પરંતુ ભાવિ જરૂરિયાતો માટે પૂરતું મૂડીરોકાણ આયોજન ધરાવો છો?
- હાલની કમાણીને અનુરૂપ રિટર્ન આપે તેવા મૂડીરોકાણ સ્ત્રોતની પસંદગી કરી છે કે કરી શકો છો?
- વેરામુક્તિનો મહત્તમ લાભ ઉઠાવી શકો તે રીતે કમાણીના પ્રમાણમાં મૂડીરોકાણ આયોજન કરી રહ્યા છો?
- જ્યારે નિવૃત્ત થશો ત્યારે હાલની જીવનશૈલી અનુસાર કેટલી રકમની જરૂર પડશે તે જાણો છો?
- જો જવાબો ના હોય તો તાત્કાલિક ફઇનાન્સિયલ પ્લાનિંગ માટે વિચારવું રહ્યું. કારણ કે જેમ જેમ ઉંમર વધશે તેમ મૂડીરોકાણ માટે જરૂરી રકમ પણ વધતી જશે.
ફઇનાન્સિયલ સ્ટ્રેસ ટેસ્ટમાંથી કેવી રીતે પાસ થશો...
- પરિવારની કુલ આવકનો સરવાળો માંડો
- સામે તમામ આવશ્યક ખર્ચનો સરવાળો માંડો
- કમાણીમાંથી 10-15 ટકા બચત માટે અલગ ફળવો
- કમાણી કરતાં ખર્ચનું પ્રમાણ કાયમ માટે નીચું રાખો
- ઇચ્છા નહીં જરૂરિયાત માટે લોન લો, દેવાંથી દૂર રહો
- પ્રવાહિતા(જરૂર પડયે નાણા મળે તેવું)નું પ્લાનિંગ કરો
- 50 ટકાનું લાંબાગાળા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો
- 20 ટકા બચતને આકસ્મિક ખર્ચ માટે તૈયાર રાખો
- ખર્ચ વધી જતો હોય તો, કંજૂસાઇ નહીં કરકસર કરો.
- વધારાની કમાણી/સાઇડ ઇન્કમ માટેનું સાધન ઊભું કરો