નાણા મંત્રાલયની નાણાકીય સેવા વિભાગની તરફથી આયોજિત સંમેલનમાં PM Modiએ સંબોધન કર્યું. આ સમયે PM Modiએ અવિરત નાણાકીય પ્રવાહ અને આર્થિક વિકાસ માટે તાલમેલ બનાવવાના મુદ્દે ચર્ચા કરી હતી. ગુરુવારે તેઓએ કહ્યું કે સરકારના પ્રયાસોથી આજે ભારતનું બેંકિંગ મજબૂત સ્થિતિમાં છે. સાથે તેઓએ જનધન સહિત સરકારની તરફથી નવા નિર્ણયો પર પણ વાત કરી.
છેલ્લા 6-7 વર્ષોમાં બેંકિંગ સેક્ટરમાં કરાયો છે સુધારોઃ PM Modi
PM Modiએ કહ્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં બેંકિંગ સેક્ટરમાં ઘણા સુધારા કરાયા છે, બેંકિંગ સેક્ટરનો તમામ રીતે સપોર્ટ કરાયો છે. તેના કારણે આજે દેશનું બેંકિંગ સેક્ટર ઘણી મજબૂત સ્થિતિમાં છે. તમે પણ અનુભવી શકો છો કે બેંકના આર્થિક સ્વાસ્થ્ય હવે ઘણું સુધર્યું છે, તેઓએ કહ્યું કે 2014ના પહેલા જેટલી પણ મુશ્કેલીઓ હતી, ચેલેન્જ હતી અમે એક એક કરીને તેના સમાધાનના રસ્તા શોધ્યા છે. અમે એનપીએની સમસ્યાને જાણી છે. બેંકને રિકૈપિટલાઈઝ કરી છે. તેની તાકાત વધારી છે.
જનધન ખાતાના કર્યા વખાણ
પીએમ મોદીએ કહ્યું 2014માં બેંકી શક્તિને ઓળખીને મેં કહ્યું હતું કે મને જન ધન એકાઉન્ટની મોટી મૂવમેન્ટ ઊભી કરવી છે. મને ગરીબની ઝૂંપડી સુધી જઈને બેંક ખાતા ખોલાવવા છે. તેઓએ કહ્યું કે જ્યારે દેશની સામે એક લક્ષ્ય રાખ્યું કે અમારે જનધન ખાતા ખોલવા છે તો મને આજે ગર્વની સાથે દરેક બેંકનુ નામ અને તેના કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરવાનું ગમશે જેણે આ સપનાને સાકાર કર્યું છે.
જનધન ખાતાના કારણે ક્રાઈમ રેટ ઘટ્યોઃ PM Modi
PM Modiએ કહ્યું કે જનધન ખાતાના કારણે ક્રાઈમ રેટ ઘટ્યો છે. તેઓએ કહ્યું કે આજે જ્યારે દેશ નાણાકીય સમાવેશ પર મહેનત કરી રહ્યો છે ત્યારે નાગરિકની ઉત્પાદક ક્ષમતાને અનલોક કરવાનું જરૂરી છે. જ્યારે બેંકિંગ સેક્ટરના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે રાજ્યોમાં જન ધન ખાતા જેટલા વધારે ખૂલ્યા છે ત્યાં ક્રાઈમ રેટ ઘટ્યો છે.
અગાઉની સરકારને લઈને પણ PM Modiએ કરી વાત
પીએમ મોદીએ આ સમયે પહેલાની સરકારનો પણ ઉલ્લેખ કર્યો છે.તેઓએ કહ્યું કે અમે પહેલાની સરકારની તરફથી તૈયાર કરાયેલા 5 લાખ કરોડ રૂપિયાના ઉધારની વસૂલી પણ કરાશે. અમારા બેંકિંગ સિસ્ટમના કામ કરવાની રીતને બદલી છે. તેઓએ કહ્યું કે અમે આઈબીસી જેવા સુધારા લાવીએ, અનેક કાયદામાં સુધારા પણ કર્યા, ડેબ્ટ રિક���રી ટ્રિબ્યુનલને સશક્ત કર્યા, કોરોના કાળમાં દેશમાં એક સમર્પિત સ્ટ્રેસ્ટ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલની રચના પણ કરી.