પ.બંગાળના બીરભૂમમાં તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલો અનુસાર, બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. આ પછી ટોળાએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન 10 લોકો જીવતા સળગી ગયા છે. એક જ ઘરમાંથી 7 મૃતદેહો મળી આવ્યા છે.
બોમ્બ ફેંકી હત્યા કરવામાં આવી
સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. આ દરમિયાન
અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આગમાં 10 લોકો જીવતા સળગી ગયા
ભાદુ શેખ તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા અને જ્યારે તેઓ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હત્યાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
West Bengal | Around 10-12 houses were set on fire last night. A total of 10 dead bodies have been recovered, 7 dead bodies were retrieved from a single house: Fire officials on death of several people after a mob allegedly set houses on fire and killed a TMC leader in Birbhum. pic.twitter.com/KOW2ldlCgy
— ANI (@ANI) March 22, 2022
પોલીસે જણાવ્યું કે, બીરભૂમ જિલ્લાની બરશાલ ગ્રામ પંચાયતના નાયબ વડા ભાદુ શેખની સોમવારે હત્યા કરવામાં આવી હતી. તે પછી જ રાત્રે આગની આ ઘટના બની હતી, જેમાં 10 લોકો જીવતા સળગી ગયા છે. ભાદુ શેઠ બાગુતી ગામનો રહેવાસી હતા.
બંગાળમાં થયેલી સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના
મળતી માહિતી મુજબ, હત્યા બાદ આ વિસ્તારના કોઈપણ ઘરમાં એક પણ પુરુષ સભ્ય બચ્યો નથી. પશ્ચિમ બંગાળમાં હાલના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ઘરોને આગ લગાવ્યા પહેલા લોકોને તેમના ઘરમાં જ બંધ કરી દીધા હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ છે.
ગયા વર્ષે પણ ચૂંટણી પરિણામો બાદ હિંસામાં 16 લોકો માર્યા ગયા હતા
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા.