અત્યારના સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધુ જતું હોય તેમ છાસવારે ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાતા હોય છે ત્યારેવધુ એકવાર દેવોની નગરી ગણાતા દ્વારકામાં પોલીસે 60 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ આરાધનાધામ પાસે કારમાંથી મળી આવ્યું છે. પકડાયેલા ડ્રગ્સની અંદાજીત કિમંત રૂ. 350 કરોડ છે.
ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. મુન્દ્રામાં કરોડોના ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જે અંદાજે 350 કરોડની કિંમતનું ડ્રગ્સ છે.
સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમાં 16 કિલો હેરોઈન છે જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રી બજારમાં કરોડોની થાય છે. આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય. તાજેતરમાં મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું. પોરબંદરના દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને હવે દ્વારકાના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.