અમદાવાદના મેયર કિરીટ પરમાર સૌથી છેલ્લે કમલમ પહોંચ્યા હતા. જેમાં PM મોદીના પ્રવેશ પછી તેમને પ્રવેશ ન મળ્યા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. છેવટે ભાજપના કાર્યકરોએ ઓળખાણ આપતા SPG પોલીસે પ્રવેશ આપ્યો હતો.
સાંસદો અને હોદ્દેદારો સિવાય કોઈને એન્ટ્રી નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટથી કોબા શ્રી કમલમ્ સુધીના રોડ- શો પછી PM મોદી કમલમ પહોચ્યા છે. તથા શનિવારે દહેગામમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પૂર્વે પણ સ્થાનિક નાગરીકો, ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત માટે રોડ- શોનુ આયોજન થઈ રહ્યુ છે.
હાઈ સિક્યોરિટીને કારણે આમંત્રિત ધારાસભ્યો હાજર
વડાપ્રધાન મોદી પાંચ વર્ષ બાદ ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં આવ્યા છે. આથી, શ્રી કમલમ્ અત્યારથી જ હાઈ સિક્યોરિટી ખડકી દેવાઈ છે. હાલ વડાપ્રધાન મોદી ગુજરાત ભાજપના સાંસદો, ધારાસભ્યો સાથે બેઠક યોજી રહ્યાં છે. આ બેઠક માટે પદાધિકારીઓ સહિત માત્ર 430ને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે. સુરક્ષાના કારણોસર આ તમામને ડિઝિટલ કિયોસ્કથી જ શ્રી કમલમ્ પ્રવેશ મળવાનો હોવાથી પોતાની સાથે એક પણ વ્યક્તિને નહિ લાવવા અને પ્રદેશ કાર્યલાયમાં સામુહિક વાહનમાં આવવા આદેશ કરવામાં આવ્યો હતો.