ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ત્રીજા દિવસે બોલિંગના દમ પર થોડી વાપસી કરી હતી અને ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક સમયે વિકેટકીપર રહેલો ફિલિપ્સ એક અદભૂત ઓફ સ્પિનર બની ગયો છે અને તે આ મામલે ઘણો ઘાતક પણ સાબિત થયો છે, એક સમયે ઓસ્ટ્રેલિયન ટીમ તેની બીજી ઇનિંગમાં 127 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવીને રમી રહી હતી. પરંતુ ફિલિપ્સના શાનદાર પ્રદર્શનને કારણે તેની ટીમ 164ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઘરઆંગણે ગ્લેન ફિલિપ્સે કરી કમાલ
ફિલિપ્સે તેની પ્રથમ ટેસ્ટ મેચોમાં પાંચ વિકેટ ઝડપી હતી અને છેલ્લા 15 વર્ષમાં ન્યૂઝીલેન્ડના કોઈ સ્પિનરે ઘરઆંગણે પાંચ વિકેટ ઝડપી નથી. જીતન પટેલે છેલ્લે વર્ષ 2008માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે નેપિયરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ વિકેટ ઝડપી હતી.
ફિલિપ્સે અનુભવી ખેલાડી ઉસ્માન ખ્વાજાની મોટી વિકેટ સાથે ત્રીજી સવારની શરૂઆત કરી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવના હીરો રહેલા કેમેરોન ગ્રીન અને ટ્રેવિસ હેડ 46 રનની ઝડપી ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડ માટે સ્થિતિ વધુ ખરાબ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ ફિલિપ્સે બંનેની ભાગીદારી તોડી નાખી હતી. ફિલિપ્સે સતત બે બોલમાં હેડ અને મિચેલ માર્શને આઉટ કર્યા, પછી એલેક્સ કેરી અને પછી ગ્રીનને આઉટ કરીને શાનદાર પાંચ વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા 200 રનમાં ઓલઆઉટ
મેટ હેનરીએ અંતમાં થોડી વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 200 રનમાં ઓલઆઉટ કરવામાં મદદ કરી હતી. ફિલિપ્સ માટે, આ ક્ષણ તેની કારકિર્દીની સૌથી મોટી ક્ષણ હતી, તેણે ઇનિંગ પછી કહ્યું હતું કે તે તેના માટે એક સ્વપ્ન સાકાર થવાની ક્ષણ હતી. ફિલિપ્સે કહ્યું કે તે એક સ્વપ્ન સાકાર થયું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ઘરેલું પરિસ્થિતિઓમાં પાંચ વિકેટ લઈ શકીશ. મેં ચોક્કસપણે વિચાર્યું કે હું આ એશિયન દેશોમાં કરી શકું છું. મારા માટે આ ખૂબ જ અલગ ક્ષણ છે.
ન્યુઝીલેન્ડ માટે જીત આસાન નથી!
ન્યૂઝીલેન્ડ સામે હજુ પણ મેચ જીતવા માટે કઠિન પડકાર છે કારણ કે તેને 369 રનના લક્ષ્યનો પીછો કરવાનો છે. બ્લેક કેપ્સ પહેલાથી જ ત્રણ વિકેટ ગુમાવી ચૂકી છે આ મેચમાં ફિલિપ્સની ફિફ્ટી અને પાંચ વિકેટ હોવા છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.