ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને અતિકિંમતી ઘડિયાળોનો ઘણો શોખ છે અને આ બાબતને તે ભૂતકાળમાં ઘણી વખત દર્શાવી પણ ચૂક્યો છે. હાર્દિક પાસે ઘણી મૂલ્યવાન ઘડિયાળોનું કલેક્શન છે અને છેલ્લા કેટલાક દિવસ પહેલાં તેણે વધુ એક ઘડિયાળ ખરીદી હતી જેની કિંમત પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે છે. હાર્દિક પંડયા આઇપીએલ પાર્ટ-૨ માટે તૈયાર છે અને તે તેના ભાઇ કૃણાલ સાથે દુબઇ પહોંચી ગયો છે. તેણે સોશિયલ મીડિયામાં પણ ઘડિયાળની તસવીર પોસ્ટ કરી હતી. તેણે આ ઘડિયાળને પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે કિંમતથી ખરીદી છે. આ ઘડિયાળનું મોડલ પાતેક ફિલિપ નોટુલસ પ્લેટિનમ ૫૭૧૧ છે. હાર્દિકને મોંઘી ઘડિયાળોની સાથે લક્ઝુરિયસ કારનો પણ ઘણો શોખ છે. નોંધનીય છે કે હાર્દિક અને કૃણાલ પંડયા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે પરંતુ તેમની કપરી મહેનતે તેમને આટલી ઊંચાઇએ પહોંચાડયા છે.
મુંબઇમાં ૩૦ કરોડનો ફ્લેટ ખરીદ્યો છે
હાર્દિક પંડયાની જેમ તેના ભાઇ કૃણાલને પણ મોંઘી ઘડિયાળોનો શોખ છે. બંને ભાઇઓએ મુંબઇ ખાતે ૩૦ કરોડ રૂપિયાનો આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટમાં આઠ બેડરૂમ છે અને કુલ ૩૮૩૮ સ્ક્વેર ફૂટમાં બનેલો છે.
હાર્દિક પંડયાની અન્ય પાંચ અતિ મૂલ્યવાન ખરીદી
૧. પાતેક ફિલિપ નોટુલસ : ૧.૬૫ કરોડ રૂપિયા
૨. લેર્મ્બોિગની હુરાકેન ઇવો : ૩.૯૩ કરોડ રૂપિયા
૩. ર્મિસડીઝ ય્૬૩ છસ્ય્ : ૩ કરોડ રૂપિયા
૪. રેન્જ રોવર વોગ : ૨થી ૩ કરોડ રૂપિયા (પેટ્રોલ/ડીઝલ)
૫. રોલેક્સ ઓયસ્ટર ડાયટોના કોસ્મોગ્રાફ : એક કરોડ રૂપિયા