બુધવારે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. 2010ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે હારી ગઈ છે. 12માં નંબરની ટીમ આયર્લેન્ડે ઈંગલેન્ડને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 5 રનથી હરાવી છે. વરસાદ આવ્યો ત્યારે ઈંગ્લેન્ડે 14.3 ઓવરમાં 105 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મોઈન અલી (24) અને લિયામ લિવિંગ્સ્ટન (1) ક્રિઝ પર છે. આ પહેલા આયર્લેન્ડને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ રીતે આઉટ થયા ઈંગ્લેન્ડના બેટર
વુડે ફેંક્યો ટી-20 વર્લ્ડ કપનો સૌથી ફાસ્ટ બોલ
ઈંગ્લેન્ડના ફાસ્ટર બોલર માર્કે વુડે ટી-20 વર્લ્ડ કપમાં ચાલુ સિઝનમાં સૌથી ફાસ્ટ બોલ નાખ્યો છે. તેમના બોલની સ્પીડ 154KM/કલાકની આસપાસ હતી.
કેવી રીતે આયર્લેન્ડની વિકેટ પડી
ઈંગ્લેન્ડ માટે ખરાબ શરૂઆત
157 રનના જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી ન હતી. ટીમને શરૂઆતની ઓવરમાં જ મ���ટો આંચકો લાગ્યો હતો. તેમણે 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના બંને ઓપનર માત્ર 14 રન જ બનાવી શક્યા હતા. તેમણે એક રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં કેપ્ટન અને બેટર જોસ બટલર શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે એલેક્સ હેલ્સે 5 બોલનાં એક ચોગ્ગાની મદદથી 7 રન બનાવ્યા હતા. બંને વિકેટ જોસ લિટલે લીધી હતી.
તસવીરોમાં જુઓ મેચની રોમાંચક ક્ષણો
ટોસ પછી વરસાદે મેચ અટકાવી દીધી હતી
ટોસ પછી, આયરિશ બેટ્સમેનો બેટિંગ કરવા આવ્યા, તે પહેલા વરસાદ આવ્યો અને દર્શકોની રાહ વધી ગઈ. ભારે વરસાદના કારણે મેચ ફરીથી રોકવી પડી હતી. જોકે, ઓવર ઓછી કરવામાં આવી નથી.