પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાવાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. જે પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ 2 જૂન, ગુરુવારે કમલમ ખાતે ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. જો કે હાર્દિકના ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે. તેઓ સવારે 9 વાગ્યે ઘરે દુર્ગાનો પાઠ કરશે, ત્યારબાદ તેઓ SGVP ગુરુકુલમાં સવારે 10 વાગ્યે શ્યામ અને ધનશ્યામ આરતી કરશે.
દિલ્હી: કિડની રેકેટનો પર્દાફાશ, બે ડોક્ટર સહિત 10ની ધરપકડ
'યુવા હદૃય સમ્રાટ' તરીકેના બેનરમાં ચમક્યા હાર્દિક પટેલ
હાર્દિકથી નાખુશ પાટીદારો, આંદોલનના સાથીદારો વિરોધ પ્રદર્શન કે દેખાવો કરશે તેવી દહેશતને પગલે બુધવારે રાતથી જ શ્રી કમલમે કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ભાજપે સત્તાવારપણે જાહેર કરેલી અખબારી યાદી અને કાર્યક્રમમાં ગુરૂવારે સવારે પહેલા 11 કલાકે અને બાદમાં 12 કલાકે કોંગ્રેસના બે મોટા નેતા ભાજપમાં જોડાશે તેમ જણાવ્યુ છે. આ યાદીમાં હાર્દિક પટેલના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલુ જ નહિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષથી પોતાની મોટી તસ્વીરો સાથે પોતાને 'યુવા હદૃય સમ્રાટ' એવી ઓળખ હોર્ડીન્ગ્સ મારીને આપતા હાર્દિક પટેલને પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર શ્વેતા બ્રહ્મભટ્ટને સમકક્ષ ગણ્યાની ચર્ચા ભાજપમાં છે.
નેશનલ હેરાલ્ડનો ગાંધી પરિવાર સાથે શું સંબંધ છે, EDએ કેમ મોકલ્યું સમન્સ
હાર્દિકનો વિરોધ ના થાય તેથી શ્રી કમલમ ખાતે પોલીસ બંદોબસ્ત
આજે હાર્દિક પટેલનો વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ થશે. જેથી આજે અમદાવાદમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાને લઈને વિવિધ સ્થળોએ બેનરો લગાવવામાં આવ્યા છે. હાર્દિકને ભાજપમાં આવકારતા બેનર લાગ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં માનસી સર્કલ, કેશવબાગ અને શિવરંજની વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા ગણાવવામાં આવેલ છે.