CMએ કાપડ ઉદ્યોગના વેપારીઓ માટે 5 ટકા જીએસટીની ભલામણ કરી છે. તેઓએ આ વેપારીઓના વિરોધનો મુદ્દો ધ્યાને લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતને આગળ વધવાનું છે અને સાથે રહીને આગળ વધવાનું છે. બધુ સારું જ થશે. ચિંતા ના કરો. ગુજરાતની ઓળખ બનેલી વાઈબ્રન્ટ સમિટ સતત સફળ થઈ રહી છે. 10મી જાન્યુ. 10મી એડિશન વાઈબ્રન્ટ સમિટ શરૂ થશે.
ટેક્સટાઈલની રોજીરોટી આપતું સુરત મીની ઈન્ડિયા બન્યું છેઃ CM
આત્મનિર્ભર ગુજરાત બનવા માટે કાપડ મહત્વનું છે, હાલમાં સુરતના કાપડથી વિશ્વના બજારો ઉભરાય છે. કાપડની નવી નિતિ, ફેશન જરૂરી છે. સ્કીલ અપગ્રેડેશન છે. આફતને અવસરમાં ફેરવવાની ખુમારી ગુજરાતીઓમાં છે. પીએમના નવા રાહમાં ભારતને માટે અનેક નવી યોજનાઓ જાહેર કરી છે અને સાડા 4 હજાર કરોડનો ખર્ચ પણ કરાશે. જેના કારણે વિશ્વ કક્ષાનું ઉદ્યોગ સ્ટ્રક્ચર વિકાસ પામશે. ભારતના જૂના ઉદ્યોગમાંનો એક છે અને લાંબા સમયથી કાપડનો વેપાર ચાલે છે. 15મી સદીમાં ચીન- આફ્રિકાનો કાપડ ઉદ્યોગ વિકસ્યો.
ભારતના કુલ હિસ્સામાં કાપડનો હિસ્સો 13 ટકા
ભારતના કુલ હિસ્સામાં કાપડનો હિસ્સો 13 ટકા છે. પાટણના પટોળા, સુરતની સિલ્ક, કાંચીપુરમ કાપડ વખણાય છે. વિકાસના નવા સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આ ઉદ્યોગ મદદ કરશે. ગુજરાત વસ્ત્ર નિકાસમાં 12 ટકા યોગદાન આપે છે. મેન મેડ ક્લોથના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 38 ટકાનો, સુરતનો કાપડનો હિસ્સો 50 ટકાનો છે. વિદેશ માર્કેટ આપવા માટે પીએમ મોદીએ 5Fની ફોર્મ્યુલા આપી છે. જે સૂતરમાંથી કાપડ ઉદ્યોગ વિકાસ પામ્યો છે તેમાં ગુજરાત 37 ટકા સાથે અગ્રેસર છે. કૃત્રિમ ઉત્પાદનમાં 50 ટકા ઉત્પાદન, વણાયેલા ફેબ્રિક ઉત્પાદનમાં 30 ટકા ભાગ આપે છે. ફોરેન એટલે કે કાપડ સંબંધિતમાં તેનો હિસ્સો મહત્વનો છે. ફાર્મથી ફેબ્રિક અને ફેબ્રિકથી ફોરેનનો વિકાસનો સહયોગ પીએમ મોદી પાસેથી મળ્યો છે. પીએમ મોદીના પ્રયાસોથી 7000થી વધુ પાવરલૂમ છે અને સરકાર તેને વેગ આપવા પ્રતિબદ્ધ છે. બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે. ગુજરાત વ્યક્તિ આધારિત નહીં પણ પોલીસી ડ્રીવન રાજ્ય બન્યું છે.
સી.આર. પાટીલે કહ્યું વિરોધ પાછળ ચોક્કસ લોકો જવાબદાર
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવા માટે આભાર માનું છું. સી.આર. પાટીલે કહ્યું વિરોધ પાછળ ચોક્કસ લોકો જવાબદાર છે. વિરોધ પાછળ કેટલાકને રાજકીય હિત દેખાતું હશે. કાપડ પર 5% GST અંગે CMએ રજૂઆત કરી છે. કેન્દ્ર સરકારમાં પણ ખાસ રજૂઆત કરાઈ છે.
સકળ ઘરેલૂ ઉત્પાદનમાં 2 ટકાનું રોકાણ કરાય: દર્શના જરદોશ
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે કહ્યું કે વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ સમિટનું આયોજન સુરતમાં કરાયું તે સારી વાત છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનો સહયોગ મળી રહ્યો છે. ફાયનાન્સ મિનિસ્ટ્રી પણ ભાગ લેશે અને જીએસટી કાઉન્સિલમાં લેવાયેલા 12 ટકાનો નિર્ણયને લઈને ફરી વિચારણા કરાશે. સકળ ઘરેલૂ ઉત્પાદનમાં 2 ટકાનું રોકાણ કરાય છે. આ સિવાય પણ સુરતમાં 84 બંદરથી વેપાર થતો અને વાઈબ્રન્ટ ગુજરાત માટે સુરતમાં સમિટ કરીને સન્માન મળ્યું છે. અનેક પ્રકારના કપડા સુરતમાં બને છે અને તેના કારણે આ ઉદ્યોગ માટે વિચારણા કરવામાં આવ્યું છે. કુલ કપાસ ઉત્પાદનમાં 3 ટકા ભાગ ગુજરાતનો, 90 ટકા સિન્થેટિક ગુજરાતમાં અને કપડાના બીજનું સૌથી મોટું નિકાસકર્તા છે.
મળતી માહિતિ અનુસાર CM ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાત લેશે. આ સમયે અહીં પ્રિ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કાર્યક્રમો યોજાશે અને સાથે જ તેઓ વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ સમિટનું આયોજન થશે તેમાં પણ હા��રી આપશે. હાલમાં સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કોણ કોણ રહેશે હાજર
સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં ખાતે યોજાશે પ્રિ-ઈવેન્ટ યોજાશે. વિવિધ સરકારી નીતિઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ સિવાય કેન્દ્ર સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના સચિવ યુ.પી.સિંઘ, ટેક્સટાઈલ કમિશનર રૂપરાશી, નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.સાસ્વત, વર્લ્ડ બેંક ડિરેક્ટર જુનૈદ અહમદ, નીતિ આયોગના સલાહકાર (ટેક્સ્ટાઈલ) સુધીર કુમાર, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક અને સલાહકાર વિજય રાઘવન અને કેન્દ્ર સરકારના રેલવે-ટેક્સટાઈલના રાજયમંત્રી દર્શના જર્દોષ સહિત રાજ્યના મુખ્ય સચિવ પણ હાજરી આપશે.
રવિવારે પણ મુખ્યમંત્રીએ સુરતમાં આપી હતી હાજરી
રવિવારે નદી મહોત્સવના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ઉપરાંત પણ અન્ય કાર્યક્રમ હતા. દરમિયાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરતના બે નેતાઓ કોરોના સંક્રમિત થતા સુરતમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં સુરતમાં શનિવારે અનેક કાર્યક્રમો યોજાયા હતા અને તેમાં નેતાઓની હાજરીમાં જ નિયમોનો ભંગ પણ જોવા મળ્યો હતો. જેના કારણે પણ તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
સુરતમાં કોરોનાનો કહેર, વધ્યા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સુરતમાં પણ કોરોના માથું ઉંચકી રહ્યો છે. અહીં કોરોના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેમ તેમ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.સુરતની વાત કરીએ તો અહીં સુરતીઓની મોજ અને બેદરકારી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સુરતમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો જોવા મળી રહ્યો છે. અહીં એક મહિના પહેલા ફક્ત 60 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા જેની સંખ્યા હવે વધી ચૂકી છે. જી હા હાલમાં આ સંખ્યા 60થી વધીને 109 સુધી પહોંચી ચૂકી છે.