મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રવેશ કર્યો છે. EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતને સમન્સ પાઠવ્યા છે. રાઉતને આવતીકાલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમન સંજય રાઉતને પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મોકલવામાં આવ્યું હતું.
સંજય રાઉતને ED દ્વારા ફરીથી સમન્સ પાઠવ્યુ
સંજય રાઉતનેને 28 જૂને સવારે 11 વાગ્યે EDની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે, આ પહેલા EDએ રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. મહારાષ્ટ્રમાં EDએ શિવસેનાના નેતા સંજય રાઉતને સમય આપ્યો છે. જમીન કૌભાંડના એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય રાઉતને આવતીકાલે સવારે 11 વાગ્યે હાજર થવા જણાવ્યું છે. EDએ 1,034 કરોડ રૂપિયાના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં શિવસેનાના નેતાની સંપત્તિ જપ્ત કરી છે. ડિરેક્ટોરેટે અલીબાગમાં સંજય રાઉતનો એક પ્લોટ અને દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો. રાઉત ઉપરાંત EDએ તેની પત્નીની પણ પૂછપરછ કરી છે.