ગાંધીનગર જૂના સચિવાલયમાં આગ લાગી છે. જેમાં બ્લોક નંબર 16 કચેરીમાં આગ લાગતા ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી છે. બીજા અને ત્રીજા માળે વિકાસ કમિશનરની કચેરીમાં આગ લાગતા ચકચાર મચી છે. સદનસીબે ઓફિસ બંધ હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. જેમાં કચેરીના ડોક્યુમેન્ટ બળીને ખાખ થવાનો અંદાજ છે.
બ્લોક નંબર 16 કચેરીમાં લાગી આગ
આજે સવારે જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પેહલા આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના સુમારે થવા પામેલી આ ઘટનામાં સૌ પ્રથમ આગ જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16 ના પેહલા માળે લાગી હતી. આ આગ નજરે જોનારા મુજબ સૌ પ્રથમ બારીમાં ધુમાડા નીકળતા જોયા હતા અને પછી ઊંચે સુધી ધુમાડા ગયા અને આગ પ્રસરી હતી. તથા બીજા માળે આગ લાગી હતી.
ફાયરની બે ગાડી ઘટના સ્થળે પહોચી
આગ સવારે લાગી હોવાથી કચેરીમાં કોઇ કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હતા. પણ કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસ બળીને ખાખ થયા છે. જેમાં કેટલું નુકસાન થયુ છે તે જાણી શકાયું નથી.
આજે વહેલી સવારે ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ લાગી હતી. વિકાસ કમિશનર કચેરીના બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજા માળે આવેલી કચેરી આગની લપેટમાં ઘેરાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફાયરની 3 ગાડી આગ પર કાબૂ મેળવવાના કામે લાગી ગઈ છે, જોકે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.