સરધાર નજીકના લોધીકા ગામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી અસ્મિતાબેન કોલડીયા નામની કોરોના સામે લોકોને રક્ષવા માટે રસીકરણનો જંગ માંડયો છે. પોતાની ૬ માસની બાળકીને ગળે લટકાવીને ઘરે ઘરે જઈ રસીકરણ કરી રહી છે.
લોધીકા ગામમાં બક્ષીપંચની વસતિ વધારે હોવાથી લોકો રસીકરણ માટે તૈયાર થતા નહિ હોવાથી અસ્મિતાબેન કોલડીયાની કામગીરી થોડી વધારે કપરી રહે છે. લોકોને સમજાવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે આમ છતા તે થાકા વગર દરરોજ લોકોની મુલાકાતે નિકળી પડે છે.
તેમને ૬ માસની બાળકી છે અને તેમને ગળે ઝોળીમાં લટકાવી રસીકરણના સામાન સાથે તે લોધીકાની શેરી ગલીમાં કે વાડી વિસ્તારમાં ફરીને રસીકરણમાં બાકી રહેલા લોકોને સમજાવે છે. લોકો ના પાડે કે બહાના કાઢે તો કયારે રસી લેશો? તેવો સવાલ પુછીને લોકો જયારે ફરી આવવાનું કહે ત્યારે ફરી પહોંચી જાય છે.