તાજેતરમાં મેટાવર્સ નામના વર્ચ્યુઅલ રીયાલીટીના વિશ્વમાં ઉત્પીડન અને શારીરીક અડપલા થવાની વાત સામે આવી છે. આ ઘટના સત્ય ન ગણી શકાય તેવી છે. 43 વર્ષીય મહિલા દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર મારા મેટાવર્સ માં જોડાવવાના 60 સેકન્ડ બાદ જ 3 થી 4 પુરુષ અવતારો, પુરુષના અવાજ સાથે હતા અને તેમણે મારા અવતાર સાથે સામુહિક બળાત્કાર કર્યો અને તેના ફોટા લીધા.
નીના પટેલ જે કાબુનીમાં ચાલી રહેલા મેટાવર્સ રીસર્ચના કો ફાઉન્ડર અને વાઈસ પ્રેસીડન્ટ છે તેમણે આ નિવેદન આપ્યું છેકે તેમને ફેસબુકના મેટાવર્સની દુનિયામાં પ્રવેશતા જ તેમના અવતારને સામુહિક બળાત્કારનો ભોગ બનાવવામાં આવ્યા છે. એક બ્લોગ પોસ્ટ કરીને તેમણે જણાવ્યું હતું કે મેટાવર્સમાં આવ્યા પછીના 60 સેકંડમાં આ ઘટના બની છે. જયારે તેમના અવતારે ભાગવાની કોશિશ કરી ત્યારે તે ત્રણ અવતારો દ્વારા ચીસો પાડવામાં આવી કે એવું ન દેખાડો કે તમને આ અડપલા ગમ્યા નથી, આ ઘટના ફેસબુકના મેટાવર્સ જેવા પ્લેટફોર્મ પર પણ મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા કરે છે.
નીના દ્વારા જણાવવામાં આવ્યું છેકે આ અનુભવ ખુબ ખરાબ હતો. આ ઘટના એટલી જલ્દી બની હતી કે મારી પાસે વિચારવાનો કે તેની પર પ્રતિક્રિયા આપવાનો પણ સમય ન હતો. આ ઘટનાના લીધે હું ખુબ ડરી ગઈ હતી. જોકે આ પહેલીવાર નથી કે મેટાવર્સમાં કે વર્ચ્યુઅલ વિશ્વમાં શારીરિક અડપલાની ઘટના બની હોય. આ પહેલા પણ મેટાવર્સ ઉત્પીડનનું કારણ બન્યું છે. 17 વર્ષ બાદ ફેસબુક દ્વારા પોતાનું નામ બદલીને મેટાવર્સ કરી દેવામાં આવ્યું હતું અને રીયલ વર્લ્ડમાં પણ ડીઝાઈન કરેલી AR ઓગ્મેન્ટેડ રીયાલીટીની વસ્તુઓ જોઈ શકાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મેટા દ્વારા તાજેતરમાં અપડેટ કરેલા ૩ડી અવતાર ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં લોંચા કરવામાં આવશે. US, કેનેડા અને મેક્સિકોમાં રહેતા લોકો પોતાની જાતને વર્ચ્યુઅલી દેખાડી પણ શકશે. આપણે ટેકનોલોજી ક્ષેત્રે તો આગળ વધી રહ્યા છીએ ત્યારે મહિલા સુરક્ષાની ગેરંટી કોણ આપે છે ?. હવે એ જોવું રહ્યું કે મેટાવર્સ નામનું વિશ્વ કેટલું સુરક્ષિત છે ?.