સુરતમાં માત્ર 25 રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. જેમાં મનપા સંચાલિત સિટીલિંક બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તેમાં 25 રૂપિયાની સુમન પ્રવાસ ટીકીટ લેવાની રહેશે. જેમાં આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.
મનપા સંચાલિત સિટીલિંક બસમાં અનલિમિટેડ મુસાફરી
સુરતમાં આજથી માત્ર 25 રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. જેમાં મહાનગરપાલિકા સંચાલિત સિટીલિંક બસમાં મુસાફરી કરાશે. તેમાં મધ્યમ અને નોકરિયાત વર્ગને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરે 25 રૂપિયાની 'સુમન પ્રવાસ ટીકીટ' લેવાની રહેશે. તથા આ ટીકીટથી આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.
25 રૂપિયાની સુમન પ્રવાસ ટીકીટ લેવાની રહેશે
શહેરમાં વધતા જતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે વન ટિકિટ વન-ડે જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને સિટી બસમાં મુસાફરી કરી શકાશે, જેણા કારણે સમયનો બચાવ પણ થશે. સિટી બસમાં રપિયા 25 ની ટિકિટ લઈને પ્રવાસી આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકશે.
આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકાશે
સુરત શહેરમાં વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આથી રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને વધુને વધુ લોકો જાહેર પરિવહનની સીટી બસમાં મુસાફરી કરે એવું આયોજન કરવામાં આવ્યુ. છે. શહેરમાં હાલ 58 રૂટ પર મ્યુનિ.ની બસોમાં 2.30 લાખ લોકો મુસાફરી કરે છે. બસના મુસાફરો દ્વારા દૈનિક 12,000 મનીકાર્ડનો વપરાશ થઇ રહ્યો છે. હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજથી નવી સ્કીમ લાગુ કરવામાં આવી રહી છે.