ગુજરાતના સરકારી તંત્રમાં ફિક્સ પગારના શોષણ સામે પહેલેથી રોષ છે, તેવામાં પોલીસ તંત્રમાં ફરીથી રૂ.1800નો ગ્રેડ-પે સ્કેલ રૂ.2800 કરવા ઉઠતી માંગણીને દબાવવા સરકારે સોશિયલ મીડિયામાં સરકારી સેવકોની અભિવ્યક્તિ ઉપર પ્રતિબંધ મૂકતા સ્પ્રિંગ ઉછળી છે. તો બીજીબાજુ રાજ્યના ગૃહવિભાગે ગ્રેડ-પે બાબતે અખબારી યાદી જાહેર કરી.
ગુજરાતમાં પોલીસના પગાર સ્કેલ અંગે પણ ગૃહ વિભાગે સ્પષ્ટતા કરી
ગૃહવિભાગે કાયદાકીય પગલાંની ચેતવણી આપી દીધી છે. ગૃહવિભાગે કહ્યું કે સાતમા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરનારા લોકો સામે પગલાં લેવાશે. પોલીસને પગાર સાથે અન્ય ભથ્થા અને સુવિધા અપાય છે. પોલીસ કોન્સ્ટેબલને 18000-56900 સ્કેલ પ્રમાણે પગાર અપાય છે. હેડ કોન્સ્ટેબલને 21700-69700 જ્યારે એએસઆઈને 25500-81100 પગાર લાગુ. વર્ષ દરમિયાનની વિવિધ 90 રજાનો પગાર પણ પોલીસને ચૂકવાય છે.
સરકારી દમન સામે સોમવારે બપોરે વિધનસભાના પગથિયે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક દેવશંકર પંડ્યાએ આંદોલન શરૂ કરતાં રાજ્યભરમાં પ્રત્યાઘાતો પડ્યા હતા. વિધાનસભા પગથિયે પોલીસમાં વર્ગ-3ના કર્મચારીઓ અને વિશેષત: કોન્સ્ટેબલ, હેડ કોનસ્ટેબલ સંવર્ગમાં થતા શોષ સામે અવાજ ઉઠાવનારા હાર્દિક પંડ્યાને ગાંધીનગરની સેકટર-7 પોલીસ ઉઠાવીને લઇ ગઇ હતી. પણ સરકારી શોષણ સામે સાંકેતિક રહેલા આ વિરોધ પ્રદર્શનથી સોશિયલ મીડિયામાં પોલીસે સરકાર ઉપર ‘થર્ડ ડિગ્રી’ શરૂ કરી હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે.
શિસ્તબદ્ધ તંત્ર તરીકે જાણીતા પોલીસ તંત્રમાં હાર્દિક પંડ્યાના સમર્થનમાં સોમવરાની સાંજે અમદાવાદથી લઇને છેત ધાંગધ્રાના રાજસિતાપુર બસ સ્ટેશન પાસે હાઇવે ઉપર સરકારી વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. એટલું જ નહીં ગુજરાત પોલીસના સમર્થનમાં નાગરિકો દ્વારા રસ્તો રોકવામાં આવતા ટ્રાફિક જામ પણ થયો હતો. ગ્રેડ-પે, પેટ્રોલિંગ માટે વાહન, રહેણાંક માટે ક્વાર્ટસ સહિતના પડતર પ્રશ્નો મુદ્દે વર્ષોથી પોલીસમાં નીચલા સ્તરે કાર્યરત કર્મચારીઓનો અવાજ દબાવાય છે.
દેશના મોટા ભાગના રાજ્યોમાં પોલીસ તંત્રમાં વર્ગ-3ના વિવિધ સંર્વગો માટે ગ્રેડ-પે સુધારવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં તો સ્ટેટ રિઝર્વ પોલીસ – SRPFને પાંચ વર્ષ પછી પોલીસ તંત્રમાં ભેળવવા તેમજ એક જ સ્થળે સ્થાયિ નિમણૂક માટે સુધારણા કરવામાં વ્યા છે. જો કે ગુજરાતમાં કોઇ જ રિફોર્મ ના થતા રોષે ભરાયેલ પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા થકી પોતાની માંગણીઓ મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવવાનું એલાન કર્યું હતું.