અમે રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ બહાર ફરવા જતા. “અમે” એટલે હું અને મારી નાનકડી દીકરી. બાજુમાં જ આવેલા બગીચામાં તે સમયે ઘણા લોકો ફરવા અને ચાલવા આવતા.
બગીચો સરસ બનાવેલો હતો અને થોડી ક્ષણોમાં જ મનને પ્રફુલ્લિત અને આનંદિત કરી દે એવું વાતાવરણ રહેતું.આમ પણ કુદરતી વાતાવરણ, વૃક્ષો અને રંગબેરંગી ફૂલો અને રાત્રે પાછા આવતા પક્ષીઓનો કલબલાટ કોને ન ગમે?.... સ્વર્ગ તે તો અહીં જ છે. કુદરતે સ્વર્ગ બનાવેલું જ છે. આપણે તેમાં કોંક્રિટના જંગલો બનાવી નરકનું નિર્માણ કરીએ છીએ.
ખુશખબરી! ભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલને મળી મંજૂરી
તો તે સમયે બગીચામાં ઘણા બાળકો પણ રમવા આવતા.
બાળકો હોય ત્યાં રમકડા અને ફુગ્ગા વેચનાર પણ આવી જ થતાં હોય છે. બગીચાની બહાર એક ચીંથરેહાલ માણસ પોતાની સાઈકલ સાથે ઉભો રહેતો. અને સસ્તા ફુગ્ગા, રમકડા વેચતો....
થોડા દિવસમાં મારી દીકરીને પણ આદત પડી ગઈ. રોજ તે એક ફુગો લે... અને બગીચામાં રમતા રમતા ફોડી નાખે.
રોજેરોજ ફૂગ્ગો લેવો મને ગમતો નહિ. પણ એક તો આખા દિવસમાં મારી દીકરીનો આ એક જ ખર્ચ હતો. બીજું કે ફુગ્ગો વેચનાર ચિથરે હાલ હતો... મારી દીકરીને ફુગ્ગાથી રમવું બહુ ગમતું. તે એકાદ કલાક તન્મય બનીને રમતી અને આ રમવા રમવામાં ફુગ્ગો ફૂટી જતો.
ફુગ્ગો લેવાના કારણે એક તો ફુગ્ગાવાળાની થોડી મદદ કરી હોવાનો સંતોષ થતો, તો બીજી બાજુ દીકરીને રમતી જોઇને આનંદ થતો. જોકે આજે પણ હું કહી શકતો નથી કે દીકરીને રમતી જોવાનો આનંદ વધુ હતો કે ફુગ્ગા વાળાની મદદ કરવાનો સંતોષ. એટલું તો ચોક્કસ છે કે બેમાંથી એક પરિબળ ગેરહાજર હોત તો રોજ ફુગ્ગો લેવાનો ખર્ચ ન કરત.
આમ રોજ ફુગ્ગો લેવાના કારણે ફુગાવાડા સાથે ઓળખાણ થઈ ગઈ.
"જમવાની માથાકુટ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 13
ફુગ્ગો વેચનારનું નામ કંગન હતું. તેના દેખાવ પરથી લાગતું હતું કે તેને જુવાનીમાંજ ગરીબી અને ભૂખમરાના કારણે અકાળે વૃદ્ધત્વ આવી ગયું હોય...તેની આખો અંદર ઉતરી ગઈ હતી. અને વધુ પડતો તડકો લાગવાના કારણે ચામડીનો રંગ ઘેરો કાળો થઈ ગયો હતો. તમાકુના વ્યસને તેને આ બધાની વચ્ચે પણ નિજાનંદ લેતો કર્યો હતો. કંગનની "સાઇકલ" એ "સાઇકલ" કહી શકાય કે કેમ તે જ પ્રશ્ન હતો. ભંગાર અને કટાયેલી સાયકલ રસ્તા પર ચલાવવા કરતા ભંગારમાં દેવા જેવી હતી. કંગનનો બાપ પણ આ રીતના ફુગ્ગા અને નાના-મોટા સસ્તા રમકડાઓ વેચીને ગુજરાન ચલાવતો. ગરીબી અને ભૂખમરો કંગને બાળપણથી જ જોયેલા. તેના માટે આ જ જિંદગી સામાન્ય હતી. બાપને દમનો રોગ લાગુ પડ્યો. અને દમના રોગે જ તેનો ભોગ લીધો.
બાપના મૃત્યુ બાદ ઘરમાં કમાવનારુ કોઈ રહ્યું નહીં. એકનો એક દીકરો કંગન અને તેની માને ભૂખે મરવાનો વારો આવ્યો.
કંગને બાપની જગ્યાએ ધંધો સાંભળી લીધો. બાળપણથી જ આ ધંધો તેની નસોમાં, લોહીમાં ઉતરી ગયો. સાયકલ લઈને જુદા જુદા સ્થળે ફુગ્ગા વેચવા જવાનું અને તેમાં થતી નજીવી આવક દ્વારા પોતાના કુટુંબનું ભરણપોષણ કરવાનું..આજ દૈનિક જવાબદારી.
થોડી વધુ ઓળખાણ થતા ખબર પડી કે કંગન બગીચાની નજીકમાં જ રહેતો હતો. તેના કુટુંબમાં તેની વૃદ્ધમાં, પત્ની અને ત્રણ બાળકો હતાં. સૌથી મોટો દીકરો અને નાનો દીકરો નજીકની સરકારી શાળાએ જતા. અને પછીના સમયમાં કંગનની મદદ કરતા. કોઈ કોઈ વખત જુદી જુદી જગ્યાએ ફુગ્ગાઓ અને રમકડાં વેચવા પણ જોતા. અને કુટુંબની ગરીબીને દૂર રાખવાનો પ્રયત્ન કરતા.. અને એક નાનકડી દીકરી પણ હતી. જે માંડ બે ત્રણ વર્ષની હશે.
પાંચ-છ વખત કંગનનું કુટુંબ પણ બગીચામાં ફરવા આવેલ એટલે થોડો પરિચય થયેલો.
મારે એક દિવસ ફરવા જવાનું મોડું થઈ ગયું. હું અને મારી દીકરી જ્યારે બગીચા પર પહોંચ્યા ત્યારે દરવાજા પાસે ખાસ્સું મોટું ટોળું ભેગું થયેલું. અને થોડી દુર આગળ એક ટ્રક ઊભેલી. ટોળાને જોઇને મને આશ્ચર્ય થયું. વળી, આજે કંગન પણ દેખાતો ન હતો. કંગન રોજ આવતો. ક્યારેક જ તે ન આવ્યો હોય તેવું બને. કારણ કે જો તે ફુગ્ગા અને રમકડાં વેચવા ન આવે, તો પછી તેનો પરિવાર ખાઈ શું?
મારી દીકરીને બગીચાની અંદર રમવા મોકલી હું પણ ટોળામાં ઘૂસ્યો. માત્ર શું થયું તે જાણવાની જિજ્ઞાસા સાથે.
અંદર જઈને જોયું તો કંગન નીચે પડ્યો હતો. બાજુમાં તેની સાઈકલ પડી હતી. અને તેની આસપાસ ટુટી-ફુટી ગયેલા રમકડાઓ વેરવિખેર પડ્યા હતા. કંગન માથું કપડાંથી ઢંકાયેલું હતું. આજુબાજુ લોકો બૂમો પાડી રહ્યા હતા. કંગનનો પરિવાર આજુબાજુ બેઠો હતો. વૃદ્ધ માતા અને તેની પત્ની કલ્પાત કરતા હતા.
આજુબાજુ તપાસ કરી ત્યારે ખબર પડી કે એક બેકાબૂ કંગન પર ચડી ગયો હતો.
મારાથી ત્યાં વધુ સમય ઉભો રહી શકાય તેમ નહોતું. મને અંદરથી કંપારી છૂટી.... કેવો ભયાનક અંજામ!!! ગરીબ માણસની જિંદગી કેટલી સસ્તી....
તે દિવસે બગીચામાં રોજની જેમ ચાલવાનું માંડી વાળ્યું. આ ગમગીનીમાં વધારે રોકાવું પણ ગમતું ન હતું. મને કંગનના વિચારો આવતા હતા. આમ અચાનક અકસ્માત અને એક ક્ષણમાં હતો ....ન હતો થય ગયો..
ત્યારબાદ એક સપ્તાહ સુધી બગીચામાં ફરવા જ ન જઈ શક્યો. મારા પગ જ તે બાજુ નહોતા ઉપાડતા. પણ સમય બધાં દુઃખો અને દર્દનો ઈલાજ છે. સમય વીતવાની સાથે બધા દુઃખો અને દર્દો ભૂલાતા જાય છે. અને આમ પણ મનુષ્ય સ્વાર્થી પ્રાણી જ છે. જ્યાં પોતાનું દુઃખ જ વધુ ત્યાં બીજાની ચિંતા કોણ કરે?
તો એકાદ સપ્તાહ બાદ બગીચામાં ફરવા જઈ શક્યો. મારી દીકરી પણ રોજની જેમ આજે સાથે હતી. છેલ્લા એકાદ અઠવાડિયાથી તે પણ બગીચામાં રમવા જવાની જીદ કરતી નહોતી. અમે પહોંચ્યા ત્યારે દરવાજા પાસે ફુગ્ગાઓ અને રમકડા લઈને કોઈ ઊભું હતું. નજીક જઈને જોયું તો કંગનનો મોટો દીકરો હતો. મોટા દીકરાએ બાપની જગ્યા સંભાળી લીધી. જેમ કંગનની પાસેથી ફુગ્ગો લેહતો તેમ તેની પાસેથી પણ ફુગ્ગો લીધો..
અનાયાસે જ મારાથી પૂછી જવાયું, "દીકરા ક્યારથી અહીં ઊભો રહે છે?"
કિશોર અવસ્થામાં પગ મૂકવાની અણી પર આવેલા બાળકે પોતાના ફાટેલા કપડાને સરખા કરતા કરતા જવાબ આપ્યો, "બાપુના મરણ બાદ બીજા દિવસથી જ."
તેનો અવાજ ધ્રૂજતો હતો. તે ધ્રુજારીમાં ગરીબી અને લાચારી હતી... તો પિતાના મૃત્યુનું દુઃખ પણ હતું. હજી ચિતાનો અગ્નિ ઠંડો પણ નહોતો થયો, ત્યાં પેટના અગ્નિને શાંત કરવા આ બાળકે આગળ આવવું પડ્યું...
પિતાની જગ્યાએ તેનો દીકરો હંમેશા શોભતો જ હોય છે. પણ કંગનની જગ્યાએ તેનો બાળક...!!!કેટલું વિચિત્ર!!
આ ક્રમ પણ ક્યાંય નહોતો? બાપની જગ્યાએ કંગન આવ્યો..કંગનની જગ્યાએ તેનો દીકરો અને કદાચ આમ જ તેના દીકરાની જગ્યાએ તેનો દીકરો પણ આવશે..
કેટલીક પેઢીઓથી બાળપણ ધૂળમાં આળોટી રહ્યું હતું..
HJR