ત્યાં જ પરીક્ષાના ફોર્મ ભરવાનું ચાલુ થયું. તે વખતે ઓનલાઈન સિસ્ટમ નહોતી. જેમણે GTU માં અભ્યાસ કર્યો હોય અથવા બીજી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય તેમના માટે પરીક્ષાનું ફોર્મ ભરવું તે સામાન્ય કાર્યવાહી... પણ VNSGU માં ભણેલા જ જાણે કે પરીક્ષાનું ફોર્મ ભરવું એ કેટલું અઘરું અને પરસેવો વાળી દે તેવું કામ. દરેક ફોર્મ સાથે દસમા ધોરણની માર્કશીટથી લઈ ઘણા બધા કાગળોની ઝેરોક્ષ જોડવી પડે. અને તે જો ન હોય અને ઘરે હોય તો ફેક્સ દ્વારા મંગાવવી પડે..
"શા માટે" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 9
દરેક વિદ્યાર્થીના ફોર્મ ભરવાના ત્રણ-ચાર ધક્કા તો થાય. વળી કોલેજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલે. " આજે નહીં, હવે કાલે આવજો" એવા બાનાતો સરળતાથી સાંભળવા મળે. ત્રણ દિવસ સુધી ફોર્મ લઇને મેં કોલેજના ધક્કા ખાધા. સવારનો ચાલ્યો જાઉં તે બપોરના 5 વાગે કોલેજ છુટે ત્યાં સુધી ફોર્મ ભરવાની માથાકૂટ ચાલે. "આ નથી અને તે નથી અમુક" અમુક કાગળો જામનગર મારા ઘરેથી ફેક્સ કરીને મંગાવવા પડ્યા. ફેક્સની દુકાન ગામના છેડે, અને કોલેજથી જતા-આવતા ઓછામાં ઓછા બે કલાક તો થાય. મારી જેમ મોટા ભાગના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરવાના ધક્કા ખાતા હતા. અને કંઈક ને કંઈક ખૂટે જ અને કંઈક ને કંઈક ખોટું લખાયું હોય અથવા લખવાનું બાકી હોય... વળી ક્લાર્ક જાણે મુખ્યમંત્રી ન હોય?... અને અમે બધા તેના ગુલામ હોય તેમ તોછડાઈથી બોલે..
એ વખતે તો ક્લાર્કનું વર્તન નહોતું ગમતું. બધા વિદ્યાર્થીઓની જેમ હું પણ તેને ગાળો આપતો. પણ આજે હું તેની પરિસ્થિતિ સમજી શકું છું. ફોર્મ ભરવાની પ્રક્રિયા જ એટલી લાંબી અને ગૂંચવણ ભરેલી હતી કે, ફોર્મમાં કંઈક ને કંઈક ખૂટતું હોય અથવા ભરવામાં ભૂલ થઈ જાય. વળી ક્લાર્કને તો આવા બધા જ વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી કરવાની અને જો તેનાથી ભૂલ રહી જાય તો યુનિવર્સિટી ફોર્મ સ્વીકારે નહીં. અને પરિણામે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા મળે નહીં.
શું મજૂરોને ગુલામ બનાવી દેવા છે?
અહીં એક બીજી આડી વાત. અમારી કોલેજમાં તે સમયે કેન્ટીન ન હતી. અને પછીના વર્ષોમાં કેન્ટીન થઈ પણ તે ક્યારેક ચાલુ હોય અને ક્યા��ેક બંધ. વળી કેન્ટીનમાં ચા-નાસ્તો અને બાલાજીના પડીકા જ મળે, જમવાનું નહીં. આમ પેહલા વર્ષમાં કેન્ટીન હતી જ નહીં. ચા-નાસ્તો કોલેજથી થોડે દુર લારીઓ પર કરવો પડે. જમવા માટે તો હોસ્ટેલ પર જવું પડે અને તે લગભગ બે કિલોમીટર જેટલી દુર થાય..
ફોર્મ ભરવાનું ચાલુ હતું તે વખતે જમવાનું ન મળે. હોસ્ટેલ પર જમવા જવાય નહીં. ફોર્મ ભરવાની માથાકૂટમાં સમયે જ ન રહે. હોસ્ટેલ સુધી ચાલતા જઇને જમીએ અને પાછા ચાલતા આવ્યે. આખો દિવસ ચા-નાસ્તો કરીને કાઢવો પડે. આમ ત્રણ દિવસ વિત્યા. હજી ફોર્મ ભરાયું નહીં. હું હાર્યો અને કંટાળ્યા. ત્રીજા દિવસે રૂમ પર આવી જાહેરાત કરી કે "હવે ફોર્મ ભરવું નથી, જે થવું હોય તે થાય." અને તે મુજબનો કાગળ કોલેજના પ્રિન્સિપલ પર લખ્યો અને મુશ્કેલીઓ વર્ણવી અને પટાવાળા દ્વારા મોકલ્યો.. પણ તેનો કોઈ જવાબ ન આવ્યો. મને તો લાગે છે કે સાહેબે તે વાચ્યો પણ નહી હોય. મને ખરેખર ઝટકો લાગ્યો અને દુઃખ પણ થયું. પણ શું થઈ શકે? આમ પણ એન્જિનિયર બનનાર મુશ્કેલીઓની ફરિયાદ કેમ કરી શકે?
કેરી ની ગોટલીઓ પણ છે આરોગ્ય માટે ફાયદાકારક, ચમત્કારિક ફાયદા જાણીને થઇ જાશો ચકિત
છેવટે ફોર્મ ભરી આપવાની જવાબદારી મારા મિત્ર અને રૂમ પાર્ટનર વિશાલે સ્વીકારી. પૂરા પાંચ દિવસ ધક્કા ખાઇને તેણે મારુ, પોતાનું અને બીજા વિદ્યાર્થીઓનું ફોર્મ ભર્યું... ત્યારબાદ મારા બધા જ પરીક્ષાના ફોર્મ વિશાલે જ ભર્યા છે. છેવટે ડિગ્રી મેળવવાનું ફોર્મ પણ તેણે જ ભર્યું હતું. મેં ચાર વર્ષમાં એક પણ ફોર્મ ભર્યું નથી. એ રીતે જોતાં મારા ઉપર તેનો બહુ મોટો ઉપકાર ગણી શકાય. ત્રીજા અને ચોથા વર્ષોમાં તો ફોર્મની સાથે એટલી બધી ઝેરોક્ષ જોડવાની થતી કે સામાન્ય સ્ટેપ્લર ન ચાલે. તેના માટે પેકિંગ કરવા માટેનું મોટુ સ્ટેપ્લર લાવવું પડે.. HJR