હોસ્ટેલમાં રહેવાનો આ મારો પહેલો જ અનુભવ હતો. ઘરેથી પણ એકલો રહેવાનો અનુભવ પણ પેહલો જ હતો તે હું લખી ચુક્યો છું.
હોસ્ટેલમાં જમવાનું ભાવે નહીં. બીજા વિદ્યાર્થીઓની પણ આ જ ફરિયાદ. જોકે પાછળથી મેં જોયું છે કે હોસ્ટેલમાં રહેનારા જમવા બાબતની ફરિયાદ કરતા જ હોય છે. "જમવાનું નથી ભાવતું" આ ફરિયાદ કોઈપણ હોસ્ટેલમાં હોય જ છે.. આ ફરિયાદ અમુક અંશે તો ખોટી છે. ઘરે જમવાનું બનાવી, તે તો ઘરના પૂરતું મર્યાદિત બનાવીએ છીએ. ઘરે જરૂરિયાત પ્રમાણે અને પસંદગી પ્રમાણે મરી-મસાલાનો ઉપયોગ કરીએ છીએ. આમ બધાના ઘરનો ટેસ્ટ, સ્વાદ અલગ અલગ હોય છે. જ્યારે હોસ્ટેલમાં બધા માટે સમાન ભોજન બનાવવાનું હોય છે. અને મરી મસાલાનો ઉપયોગ બને તેટલો ઓછો હોય. આથી ઘરે જે સ્વાદ આવતો હોય, તે હોસ્ટેલના જમવામાં ન જ આવે. વળી ઘણાંને અમુક શાક ન ભાવતા હોય, ઘરે તે ધ્યાન રાખી શકાય. જ્યારે હોસ્ટેલમાં ભાવતું હોય કે ન હોય જમવું પડે. અને કોઈક વખત હોસ્ટેલમાં ભુલથી કાચુંપાકું પણ રહી જતું હોય અથવા વધુ મરી-મસાલા પણ પડી જતા હોય. પણ આવું ઘરે પણ ક્યાં નથી બનતુ??
"મજાક મસ્તીમાં નીચે પડ્યો" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 12
આમ પણ વિદ્યાર્થી જીવનને યોગી સાથે સરખાવવામાં આવ્યું છે. અને તે ખોટું પણ નથી. સ્વાદહીન, કાચું-પાકું ખાતા પણ શીખવું જોઈએ. ભારતમાં જ્યાં એવા લોકો પણ છે, જેને બે વાર પૂરતું ભોજન પણ નથી મળતું ત્યાં આવું મળે તે પણ શ્રીમંતાઈ ન કહેવાય?.. જોકે આ વિચારો મારા પાછળથી આવેલા છે. ત્યારે નહોતા. પણ આ વિદ્યાર્થીના પક્ષની વાત કરી. પણ તેનો અર્થ એ નથી થતો કે હોસ્ટેલ મેનેજમેન્ટ પણ મન પડે તેવું કાચુંપાકું બનાવે અને ખવડાવ્યા રાખે. પૈસા લીધા હોય તે પ્રમાણે યોગ્ય અને પૌષ્ટિક આહાર આપવાનો પ્રયત્ન થવો જ જોઈએ. અને તેમાં રાખવામાં આવતી બેકાળજી અથવા લોભ યોગ્ય કહેવાય?
જોકે મને યાદ છે ત્યાં સુધી મારી હોસ્ટેલનું જમવાનું ખરાબ કહી શકાય તેવું તો ન હતું. જમવાના પૈસા હોસ્ટેલ ફી માં નહોતા આવતા. અને હોસ્ટેલમાં ન જમવું હોય તો બહાર જમવા જવાની છૂટ હતી.. બહાર કરતા હોસ્ટેલની કેન્ટીનમાં ભાવ પણ વધારે હતો. કેન્ટીન ચલાવનાર રાજસ્થાની હતો. ચોખ્ખાઈ દેખાતી તો હતી, પણ અંદર રસોડામાં શું હતું?? તે જોવા નહોતો જવા દેતો. એક વખત ઝઘડો કરી ને જોવા ગયેલા ખરા. પણ ત્યાં ગંદુ કે અસ્વચ્છ કહી શકાય એવું નહોતું.. હોસ્ટેલમાં જે આવતું તે જમી લીધેલું, તે બાબતમાં ઝઘડો કરેલો નહિ...
"કેમેસ્ટ્રીનું પેપર" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 11
આ બાબતમાં થોડાક વિચારો જે પાછળથી હું શીખ્યો છું, તે અહી જ લખી નાખું.
ધોરણ 12 બાદ અત્યાર સુધી, ઠીક... ઠીક કહી શકાય તેટલું બહાર જમવાનું થયું છે. આ દરમિયાન નાતજાતના ભેદભાવ મે રાખ્યા નથી. અને કદી તેવી તપાસ પણ કરી નથી કે બનાવનાર કઈ જાતનો છે. અથવા હિન્દુ છે કે બીજો કોઈ... આ બધામાં એક અનુભવ એ થયો કે બહાર ખાનારે, બપોર અને સાંજ નિયમિત સમયે જમી લેવું જોઈએ.તેમાં ભાવે ન ભાવે કરીને અનિયમિતતા ન રાખવી જોઈએ. અને બહાર ફાસ્ટ ફૂડ વગેરે નાસ્તાઓ બને તેટલા ઓછા કરવા જોઈએ. ફાસ્ટ ફૂડ વગેરે નાસ્તાઓ ભલે પેટ ભરીને કરવામાં આવે, તો પણ તે સંપૂર્ણ ભોજનનું સ્થાન ન લઈ શકે. વળી વારંવાર આવા ચટાકેદાર વાનગીઓ ખાવાથી પેટ બગડી જવાની સંભાવના છે. આથી તેનાથી બને તેટલું દૂર રહેવું જોઈએ. અને જ્યાં જમવા જતા હોય તે હોટેલ કે વિશી સારી રીતે પસંદ કરવી જોઇએ, એવું ના બને કે ભેળસેળિયું બનાવનાર, જેવું તેવું રાંધી અને ખવડાવી દે..
"પરીક્ષાનું ફોર્મ" મારી ��ન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 10
બહાર જમનારે ફળો પણ ઠીક પ્રમાણમાં ખાવા જોઈએ. દરેક ઋતુ પ્રમાણે ફળ આવતા હોય છે, અને જે તે ઋતુ પ્રમાણે આવતા ફળો સસ્તા પણ હોય છે. તો જે માર્કેટમાં સૌથી વધુ સસ્તું હોય તેવું ફળ પસંદ કરવું. આથી શરીરને પૌષ્ટિક તત્વો પણ મળી રહે છે. અને આર્થિક બોજ પણ વધારે નથી આવતો.
આમ છતાં હું સંપૂર્ણપણે ઉપરના વિચારોનું પાલન કરી શક્યો નથી...
એન્જિનિયરિંગના પાછળના વર્ષોમાં અમે જાતે બનાવવાનો પ્રયોગ કરેલો. પણ થોડા સપ્તાહ બાદ તે બંધ કરવો પડ્યો. જોકે તે થોડીક વિસ્તૃત ચર્ચાનો વિષય છે. આથી જે તે સમયે તેની વાત લખીશ.HJR