કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલન વધતી કિંમતોને લઈને સોમવારે કહ્યું કે, એ યોગ્ય છે કે લોકો ચિંતિંત છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ચર્ચા કરતા નથી ત્યાં સુધી તેનું કોઈ સમાધાન સંભવ નથી. વિત્ત મંત્રીએ કહ્યું કે, એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ કાપ કરવામાં આવી શકતો નથી.
UPA Govt had reduced fuel prices by issuing Oil Bonds of Rs 1.44 lakh crores. I can't go by the trickery that was played by previous UPA Govt. Due to Oil Bonds, the burden has come to our Govt, that's why we are unable to reduce prices of petrol & diesel: FM Nirmala Sitharaman pic.twitter.com/8zMJoLRFmZ
— ANI (@ANI) August 16, 2021
વિત્ત મંત્રીએ કહ્યું કે, સરકારી ખજાના પર યુપીએ સરકાર તરફથી જાહેર કરાયેલ તેલ બોન્ડો માટે કરવામાં આવેલ વ્યાજની ચૂકવણીનો બોજ છે. સરકારે અત્યાર સુધી ફક્ત ઓઈલ બોન્ડ પર છેલ્લા પાંચ વર્ષમાં 62 હજાર કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરી છે. તેઓએ કહ્યું કે વર્ષ 2026 સુધી અમને હજુ 37 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે.
આગળ તેઓએ કહ્યું કે, વ્યાજ ચૂકવણી છતાં 1.30 લાખ કરોડથી વધારેનું મૂળધનનું પણ દેવું છે. જો અમારા પર તેલ બોન્ડનો બોજ ન હોત તો અમે ઈંધણ પર ઉત્પાદ શુલ્ક ઓછી કરવાની સ્થિતિમાં હોત. વિત્ત મંત્રીએ કહ્યું કે, વાહન ઈંધણની કિંમતો પર વર્તમાનમાં બનેલી આ સ્થિતિ માટે પૂરી રીતે કોંગ્રેસની નીતિઓ જવાબદાર છે.
યુપીએ સરકાર પર નિશાન સાધતા તેઓએ કહ્યું કે, તેઓએ 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઈલ બોન્ડ જાહેર કરીને તેલની કિંમતો ઘટાડી હતી. હું આ પ્રકારની ચાલબાજી કરી શકતી નથી, જેવી અગાઉની યુપીએ સરકારે કરી હતી. તેનાથી અમારી સરકાર પર બોજ વધ્યો છે અને આ કારણે જ અમે પેટ્રોલ ડીઝલની કિંમતો ઓછી કરી શકતા નથી.