દેશના બીજા વડાપ્રધાન અને ‘જય જવાન, જય કિસાન’નો નારો આપનાર લાલ બહાદુર શાસ્ત્રીનું (Lal Bahadur Shastri) 11 જાન્યુઆરી 1966ના રોજ અવસાન થયું હતું. તેમની સાદગી થી જાણીતા, લાલ બહાદુર શાસ્ત્રીએ 9 જૂન 1964ના રોજ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.
લાલ બહાદુર શાસ્ત્રી 18 મહિના સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને (Pakistan) હરાવ્યું હતું. તાશ્કંદમાં (Tashkent) પાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી 11 જાન્યુઆરી 1966ની રાત્રે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
આજીવન રહસ્ય રહ્યુ મોતનું કારણ
કેટલાક મોત એવા હોય છે જે આજીવન રહસ્ય જ બની રહે છે. આવું જ મોત હતું દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું, જે આજે પણ રહસ્ય છે. લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રીની સાદગી એવી હતી કે જોનાર વ્યક્તિ તેમના તરફ આકર્ષિત થતો. લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન-જય કિસાનનો નારો આપીને દેશના ખેડૂતો અને સરહદ પર તૈનાત સૈનિકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન પૂર્વ સોવિયેત સંઘના તાશ્કંદમાં 11 જાન્યુઆરી, 1966ના રોજ પાકિસ્તાન સાથે તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ થયું. લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુને ઘણા વર્ષો વીતી ગયા હતા ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું રહસ્ય ઉકેલવા કહ્યું હતું.
લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રીનું ક્હેવું હતું કે જ્યારે તેમણે લાલ બહાદુર શાસ્ત્રીનો મૃતદેહ જોયો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીની છાતી, પેટ અને પીઠ પર ભૂરાં નિશાન હતા, જેને જોઈને સ્પષ્ટ લાગી ર હ્યુ હતું કે તેમને ઝેર આપવામાં આવ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રીની પત્ની લલિતા શાસ્ત્રીએ પણ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું.
સચોટ નિર્ણય લેનાર
લાલ બહાદુર શાસ્ત્રી વિશે એવું કહેવાય છે કે તેઓ નિર્ણય લેતા પહેલા ઘણી વાર વિચાર કરતા તેથી તેમના મોટાભાગના નિર્ણયો સાચા પડતા હતા. પરંતુ એવું કહેવામાં આવે છે કે લાલ બહાદુર શાસ્ત્રીનો તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કરવા ખોટો નિર્ણય હતો અને આ જ વાત શાસ્ત્રીજીને લાગવા લાગી હતી, જેના કારણે લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાને નુકસાન પહોંચાડ્યું હતું અથવા હકીકતમાં લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ 11 જાન્યુઆરી, 1966ના રોજ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું.
લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં દેશ ઘણી આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલો હતો. એવું કહેવામાં આવે છે કે લાલ બહાદુર શાસ્ત્રી આર્થિક સમસ્યાઓ હલ કરી શકતા ન હતા જેના કારણે તેમની ઘણી આલોચના થઇ હતી.
શાસ્ત્રીજીને ક્યારેય કોઈ પદ કે સન્માનની લાલચ ન હતી. તેમના રાજકીય જીવનમાં આવા ઘણા પ્રસંગો આવ્યા જયારે શાસ્ત્રીજીએ તેના પુરાવા આપ્યા હતા. તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ હંમેશા તેમના રાજીનામાનો પત્ર તેમના ખિસ્સામાં રાખતા હતા. આવું નિઃસ્વાર્થ વ્યક્તિત્વ ધરાવતા શાસ્ત્રીજી ભારત માતાના સાચા પુત્ર હતા.