મને આશ્ચર્ય થાય છે, કોરોનાવાયરસના કારણે આટલા બધા માણસોએ પોતાના જીવ ગુમાવ્યા. દરેક પરિવાર (થોડાક મૂડીવાદીઓને બાદ કરતા) આર્થિક રીતે પાયમાલ થઇ ગયો, કરોડો લોકોની નોકરીઓ ચાલી ગઈ, તો પણ ભક્તગણ સરકારનો, ખાસ કરીને મોદી સાહેબનો બચાવ કેમ કરે છે?
પુરી દુનિયાની મીડિયામાં મોદી સાહેબની સરકારને જ જવાબદાર માનવામાં આવી રહી છે. દરરોજ સાહેબની બેદરકારી, અસમર્થતાના પુરાવો મળી રહ્યા છે. દરરોજ વધારે ને વધારે લોકોના મૃત્યુના નવા-નવા રેકોર્ડ થઈ રહ્યા છે. સરકારની લાપરવાહી અને અનિર્ણાયકતા સ્પષ્ટ દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારને કામ કરવાની કોઇ ઇચ્છા જ નથી, તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આટલા-આટલા પુરાવાઓ હોવા છતાં, ભક્તગણ વાહિયાત અને તદ્દન ખોટા તર્કો આપી મોદી સાહેબનો, કેન્દ્ર સરકારનો બચાવ કરી રહ્યા છે!! "આયેગા તો મોદી હીઁ" જેવા નારાઓ શું વિચારીને આપતા હશે?
કદાચ તેમની પાસે મગજ અને ફેફસાં નહીં હોય.
આ સાઇકોલોજી સમજાય તેમ નથી. પ્રથમ દ્રષ્ટિએ તો નહીં. હકીકતમાં, અડધા ઉપરના ભારતને કોરોના ભરખી જાય, તો પણ ભક્તગણની મજબૂરી છે,આવા નારાઓ લગાડવા પડે.. મોદી સાહેબની કેન્દ્ર સરકારનું અને માત્ર ભગવાં કપડાં પહેરેલા યોગીજીનું સમર્થન કરવું પડે. અંદરખાને તો ભક્તગણોના હૃદય પણ કોચવાઈ રહ્યા છે. અંદરખાને તો તેઓ પણ જાણે છે, મોદીજીએ ભૂલ કરી નાખી. મોદીજી લાપરવાહ રહ્યા. મોદીજીએ જનતાનો વિશ્વાસ તોડ્યો.
આ મજબુરી છે, "ધાર્મિકકટ્ટરપંથી હિન્દુત્વનો દંભી નશો."
જ્યારે ભાજપનો સમર્થક પ્રશ્ન કરે કે "મોદીજીનો વિકલ્પ શું છે? કોઈ મોદીજીની જગ્યા લેનારો છે?"
ત્યારે તેના પૂછવાનો અર્થ એવો હોય છે કે આ રીતના ખુલ્લમ-ખુલ્લા હિંદુઓની વાત કરી, જાહેરમાં મંચ ઉપર બીજા ધર્મના લોકોને નિશાન બનાવી, જુમલાવો બોલી શકે તેવો કોણ છે? આટલો "રાષ્ટ્રવાદી" કોણ છો?
અને મજાની વાત આ જ છે. તેમના મતે આ રીતના વ્યવહાર કરનાર જ સાચો "હિન્દુત્વવાદી" "રાષ્ટ્રવાદી" છે. બીજા સમુદાયને મંચ ઉપરથી નિશાન બનાવનાર જ હિન્દુઓનું રક્ષણ કરી શકે.
પણ વાસ્તવિકતા ખૂબ જ જુદી છે. પાણી પીવું પીવું બોલ્યા રાખવું, અને પાણી વાસ્તવમાં પીવું, એ બંને જુદી ક્રિયાઓ છે. ભક્ત આ જ વાત સમજી શકવા અસમર્થ છે. હિન્દુઓની વાતો કરવી, બીજા સમુદાય ઉપર માત્ર જોક્સ કરવાથી, ટાર્ગેટ કરવાથી કંઈ "રાષ્ટ્રવાદી" "દેશભક્ત" "હિન્દુઓના હૃદય સમ્રાટ" બની શકાય નહિ.
મોદીજીની આવી ઓળખ પ્રચાર માધ્યમો દ્વારા ઊભી કરવામાં આવી છે. વાસ્તવમાં જો મોદીજીની સરકારને રાષ્ટ્રની ચિંતા હોત, હિન્દુઓની ચિંતા હોત, તો આજે આ પરિસ્થિતિ ન હોત.... તેમણે પૂરેપૂરો પ્લાનિંગ કર્યો હોત. હોસ્પિટલ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ કર્યો હોત. બરબાદ થયેલા અર્થતંત્રને બચાવવાના પ્રયત્નો કર્યો હોત.
કરોડો બેકાર બની ગયેલા ભારતીય મજૂરોની, નોકરિયાતવર્ગ માટે રાહતની યોજનાઓ અમલમાં મૂકી હોત.
પણ ભક્તો આ બધું સમજી શકતા નથી. અથવા તો સમજવા છતાં ધરાર નથી સમજવા માંગતા.
સરદાર પટેલની મોટી પ્રતિમા મૂકી. સરસ. પણ સરદાર પટેલની દૂરદેશીનો એક ટકો પણ હોત, તો આટલી ખરાબ સ્થિતિ ન આવી હોત. મોટાભાગના ભક્તોએ તો સરદાર પટેલના વિચારોનો અભ્યાસ પણ નહીં કર્યો હોય. તેના જીવનની, તેમની કામ કરવાની પદ્ધતિની પણ ખબર નહિ હોય. અહીં તો આઈ.ટી. સેલમાંથી જેટલા અને જેવા મેસેજ આવે તે વોટ્સઅપ, ફેસબુક ઉપર ફોરવર્ડ કરવાના.. અને તે પણ ઘણી વખત વાંચ્યા વગર!! બસ ફોરવર્ડ કરી "દેશભક્તિનું" કાર્ય પૂર્ણ!!
2024માં મોદીજીની સરકાર આવે કે ન આવે, આ પ્રશ્ન જ ખોટો છે.. પેહલો પ્રશ્ન એ છે કે "ત્યાં સુધી જીવનને બચાવી શકાશે"...શહેરમાં આગ લાગે ત્યારે બધાએ ચિંતા કરવાની હોય. એવું ન બને કે માત્ર પાડોશીનું ઘર સળગી જશે, અને મારું બચી જશે. આ શક્ય જ નથી.
સરકારની ક્રૂરતા કેટલી હશે કે વિદેશથી આવતી રાહતો, ઓક્સીજન, દવાઓ વગેરે પણ સમયસર જરૂરિયાત મંદ લોકોને પહોંચાડતી નથી.. પહોંચાડવામાં દિવસો લાગી રહ્યા છે. સરકારની આ કેવી નિષ્ફળતા!!
માનવીય સંવેદનાઓ તો ક્યારની સુકાઈ ગઈ છે. મોટી-મોટી વાતો કરવી અને તેનો એક ટકો પણ અમલ ન કરવો, તે આજની વાસ્તવિકતા છે. તેને "નોર્મલ" બનાવી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ રાત્રી ભલે ગમે તેટલી અંધકારમય અને લાંબી હોય, પણ તે ક્યારેક ને ક્યારેક તો પૂર્ણ થાય જ છે. સૂર્ય ઊગે જ છે. પછી ભલે ગમે તેટલો પ્રચાર કરવામાં આવે કે દિવસનું, સૂર્યનું અસ્તિત્વ જ નથી. પણ તેમ છતાં અંધકાર દુર થાય જ છે.
આજે કેન્દ્ર સરકારની જનતા વિરોધી નીતિઓની આલોચના કરવી, ટીકા કરવી તે વાસ્તવમાં દેશભક્ત કૃત્ય છે. હકારાત્મક કામ છે. માત્ર દેશદ્રોહીઓ, માનવતાના વિરોધીઓ, જનતાના શત્રુ જ આવી અનિર્ણાયક સરકારનું સમર્થન કરી શકે.
કેન્દ્ર સરકારનો બચાવ બંધ કરો.
ખાનગી હોસ્પિટલનું રાષ્ટ્રીયકરણ કરો.
કોરોનાના દરેક દર્દીની મફત સારવાર સુનિશ્ચિત કરો.
બેકારી અને ભૂખમરાને નાબુદ કરો.
મોદીજી રાજીનામું આપો.
#ResignModi
#modi_must_resign_challenge
#ModiGovtSeNaHoPayega
#COVID19
#OxygenShortage
Narendra Modi
HJR