અમારી હોસ્ટેલની રૂમો મોટી હતી. તે પ્રમાણે તેની બારીઓ પણ પ્રમાણમાં મોટી હતી. બારીઓ માત્ર કાચના સ્લાઈડીંગ ડોરથી ખોલ-બંધ થાય. આજે જે રીતના બારીઓને લોખંડની જાળી હોય છે, તેવી જાળીઓ ન હતી. સરળતાથી બારીની બહાર કુદકો મારી શકાય.
તે સમયે બીજા માળ પર અમારા મિકેનિકલના ફસ્ટ યરના ક્લાસનો વિજય નામનો છોકરો રહેતો. એ ક્યા રૂમમાં રેહતો, તે મને યાદ નથી. મેં ત્યારે તેની સાથે એકાદ બે વખત માત્ર ઔપચારિક વાત કરેલી. હું તેની સાથે બહુ ગાઢ સંપર્કમાં નહોતો. તે થોડોક વધુ તોફાની હતો. આજુબાજુમાં રહેતા લોકોની બહુ મજાક કરે. આ મજાક-મજાકમાં તે બારીની બહાર લટકાયો અને ત્યાંથી હાથ છટકી જવાના કારણે બીજા માળેથી નીચે પડ્યો.
અમદાવાદ: 142 વર્ષની પરંપરા તુટશે, આ પ્રકારે કરવામાં આવશે રથયાત્રાનું આયોજન
નીચે પથરાળ જમીન હતી. તરત જ બધા દોડતા નીચે પહોંચ્યા. નીચે ટોળું ભેગું જોઈ અમે બધા પણ નીચે ભાગ્યા. જઈને જોયુંતો વિજય બેહોશ પડ્યો હતો. તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાંથી તેના કાકા અને પપ્પા આવી તેને લઈ ગયા. થોડાક દિવસ બાદ ખબર પડી કે તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
હું મારા બીજા મિત્ર પ્રકાશ અને તેજા સાથે વડોદરા તેને જોવા ગયેલો. આજે મને યાદ નથી આવતું કે કઈ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. પણ જ્યારે અમે તેને હોસ્પિટલમાં મળ્યા ત્યારે તે પથાર�� પરથી હલી શકતો ન હતો. પણ ચહેરો અને આંખો હલાવી શકતો અને વાતચીત સાંભળી અને સમજી શકતો હતો. અમને બધાને જોઈને તેણે ઓળખી લીધા અને સ્માઇલ આપી હતી. તેને કરોડરજ્જુમાં બહુ ખરાબ ઇજા આવી હતી. ડોક્ટરનું કહેવું હતું કે તે આખી જિંદગી ઉભો થઇ શકશે નહીં.
"કેમેસ્ટ્રીનું પેપર" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 11
ત્યારબાદ તે પાછો એન્જિનિયરિંગ કરવા આવી શક્યો નહીં. પાછલા વર્ષોમાં તો અમે લોકો પણ તેને ભૂલી ગયાં. ત્યારબાદ તેનું શું થયું તે ખબર નહીં.
આ વાત એટલા માટે લખી કે ખ્યાલ આવે નાનકડી મજાક કેવડું ભયાનક પરિણામ લાવી શકે છે. મિત્રો સાથે મારામારી કરીને જે મજાક મસ્તી ચાલતી હોય છે, તે કોઈ વખત પૂરી શકાય નહિ તેવી ખોટ લાવી દે છે. ઘણી વખત તો જીવ પણ ગુમાવવો પડે છે. આથી આવી મજાક મસ્તી ન જ કરવી.
"પરીક્ષાનું ફોર્મ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 10
ગયા સપ્તાહે વિજય વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલો. પણ આજ આટલા વર્ષો બાદ કોઇને તેની ખબર નથી. આમ છતાં જે કોઈ મિત્રો મને વાંચી રહ્યા છે, તે વિજય બાબતમાં કંઈ પણ જાણતા હોય, તે હાલ ક્યાં છે, કેવી પરિસ્થિતિમાં છે, તો મને કહે... હું તેને મળવા ઇચ્છું છું. HJR